ગોવા પ્રથમ ઈનિંગ્સ 131 રન
ગોવા બીજી ઈનિંગ્સ 104 રન
ગુજરાત પ્રથમ ઈનિંગ્સ 515 રન
અહાન પોદ્દરે 261 બોલમાં 13 ચોગ્ગા, 2 છગ્ગા સાથે 151 રન બનાવ્યા
વલસાડ
બીસીસીઆઈની કર્નલ સી કે નાયડુ ટ્રોફી મેન્સ અંડર-23 મેચમાં આજે વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ગુજરાત અને ગોવા વચ્ચે મેચ રમાઈ હતી જેમાં ગુજરાત એક ઇનિંગ્સ અને ૨૮૦ રનથી જીત્યુ હતું.
ગોવાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી તેમાં ગુજરાત સામે 43 ઓવરમાં 131 રનમાં ઓલઆઉટ થઈ હતી.કૌશલ હટ્ટંગડીએ 44 બોલમાં 4 ચોગ્ગા સાથે 32 રન બનાવ્યા હતા.ગુજરાતની બોલિંગમાં કુશન પટેલે 12 ઓવરમાં 30 રન આપીને 7 વિકેટ લીધી હતી. જેના જવાબમાં ગુજરાતે બેટિંગ કરતાં 129.2 ઓવરમાં 515 રન ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ ગુજરાતે 384 રનની લીડ મેળવી હતી.
અહાન પોદ્દરે 261 બોલમાં 13 ચોગ્ગા, 2 છગ્ગા સાથે 151 રન બનાવ્યા હતા.આદિત્ય રાવલે 114 બોલમાં 9 ચોગ્ગા, 1 છગ્ગા સાથે 80 રન બનાવ્યા હતા. સરલ પ્રજાપતિએ ૧૩૮ બોલમાં ૬ ચોગ્ગાની મદદથી ૬૬ રન બનાવ્યા હતા.રુદ્ર મયુર પટેલે ૯૦ બોલમાં ૭ ચોગ્ગા, ૧ છગ્ગાની મદદથી ૬૦ રન બનાવ્યા હતા.ગોવાની બોલિંગમાં યશ કાસ્વંકરે ૪૬.૫ ઓવરમાં ૧૮૪ રન આપીને ૫ વિકેટ લીધી હતી.
384 રનની લીડ સામે બીજી ઇન્નિગ્સમાં ગોવાએ બેટિંગ કરતાં ૧૦૪ રન ૩૪.૫ ઓવરમાં બનાવી ઓલઆઉટ થઈ હતી.મનીષ કાકોડેએ ૨૬ બોલમાં ૭ ચોગ્ગાની મદદથી ૩૨ રન બનાવ્યા હતા.
ગુજરાત તરફથી બોલિંગમાં જય માલુસરેએ ૧૦ ઓવરમાં ૧૬ રન આપીને ૭ વિકેટ લીધી હતી. આમ ગુજરાતની ટીમનો એક ઈનિંગ્સ અને 280 રનથી વિજય થયો હતો