કડીના ડરણ ગામમાં ડરણ કેળવણી મંડળનો કાર્યક્રમ યોજાયો

Spread the love

 

 

મહેસાણા
મહેસાણાના કડીના ડરણ ગામમાં નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. રાજકારણમાં દલાલો વધી ગયાનું જાહેરમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આવા દલાલો ભાજપનો કાર્યકર અને હોદેદારો છું એવું કહી ઓળખાણ રાખે છે અને જેથી અધિકારીઓ ફટાફટ કામ કરી આપે છે. દલાલી કરતા અનેક કરોડપતિ થઈ ગયા. ત્યારે જાહેર મંચ પરથી નીતિન પટેલના નિવેદનથી ચર્ચા જાગી છે.
કડીના ડરણ ગામમાં ડરણ કેળવણી મંડળનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના સ્ટેજ ઉપરથી નીતિન પટેલે રાજકારણની વાત વાતમાં મોટી વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, રાજકારણમાં દલાલો વધી ગયા છે. દલાલી કરી અધિકારીઓ સાથે ઓળખ
રાખવાની. હું ભાજપનો કાર્યકર છું, ભાજપનો હોદેદાર છું અને નેતા છું… કહીં ઓળખાણ રાખે છે. ઓળખાણ આપે એટલે અધિકારી કટાકટ કામ કરી આપે. ભાજપ સરકારે મોટા અને લોકોને સુખી કર્યા છે. દલાલી કરતા કરતા બધા કરોડપતિ થઈ ગયા છે.
ત્યારે નીતિન પટેલનું વધુ એકવાર ભાજપના જ કાર્યકરો, હોદ્દેદારો અને નેતાઓ સામે બિન્દાસ નિવેદન સામે આવ્યું છે. કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું કે, આ બધું જમીનોની દલાલીથી નથી થયું. કડદા
કરી લોકોનું કરી નાંખીને નથી થયું. આ પ્રજાના પ્રેમથી કામ થાય છે. પ્રજાના પ્રેમથી જૈને મળે એ જ સાચો નેતા કહેવાય. હોદો મળે એને નેતા ના કહેવાય. હોદો તો અનામતના કારણે મળે, બીજા કારણે મળે. હોદો મળવો મોટી વાત નથી. સફળ બનાવવું એ મહત્વનું છે.
ત્યારે નીતિન પટેલનું આ નિવેદન કયા નૈતા તરફ ઈશારો કરે છે તે અંગે ભાજપમાં કાનાફુસી શરૂ થઈ ગઈ છે. નીતિન પટેલ કેમ આવું બોલ્યા અને તેમનો ઈશારો કોના તરફ છે?

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com