ભુપેન્દ્રસિંહ ઝાલાના ફેવરમાં લાવ્યા બેનરો, ૬ હજાર કરોડ, પછી ૪૦૦ કરોડ, હવે ૧૭૨ કરોડ, અનેક રોકાણકારોને ઝાલાબાપુ પાછા આવે તો નાણા મળે તેવી શક્યતા જોતા : સુત્રો
સાબરકાંઠા
આજે હિંમતનગરના ઝાલાનગર ખાતે ‘સમસ્ત ઝાલા ક્ષત્રિય પરિવાર’ના બેનર હેઠળ એક સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રો દ્વારા એવી પણ માહિતી સામે આવી છે કે આ કાર્યક્રમ ઢ કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં યોજવામાં આવ્યો હતો. જો કે આ મામલે હજુ સુધી કોઈ આધિકારિક પૃષ્ટિ કરવામાં આવી નથી.
આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના અનેક આગેવાનોએ ભાષણો કર્યા હતા જેમાંથી એક નેતાના ભાષણો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમ તે બોલી રહ્યા છે કે, “જે લોકોએ ભુપેન્દ્રસિંહ ઝાલા પાછળ કાવતરું કર્યું છે ને એ લોકોના જો કોઈ ચૌદસીયા અહીંયા બેઠા હોય તો ઈ ય સાંભળી લેપજે ભડાકા કરવા હોય ને ઈ કરી લેજો..બાકી ભુપેન્દ્રસિંહને વટથી છોડાવશુંપઅને એક બઈ જે કૂદાકૂદ કરતી હતી ને બે-ચાર ચૌદસીયા કૂદાકૂદ કરતા હતા..કે બધાયનો વરઘોડો નીકળે છે તો ભુપેન્દ્રસિંહનો વરઘોડો કેમ નથી નીકળતો? અલ્યા તેમને બતાવશું ભુપેન્દ્રસિંહ જે દિવસે છૂટશે ને એ દિવસે ત્યાંથી જ ઘોડા પર લાવશું. અને વરઘોડા એને કહેવાયપ તમે શું અમારા વરઘોડા કાઢવાના? ૬૦૦૦ કરોડ.. અલ્યા તમારા બાપનું રાજ ચાલે છે? પેલા કે ૬૦૦૦ કરોડ.. પછી કે ૪૦૦ કરોડ.. હવે આવ્યા કે ૧૭૨ કરોડ.. હવે ધીમેધીમે કે આ તો લોચા પડયાપ”મ્હના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે જેલમાં બંધ છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં અરવલ્લી જિલ્લામાં ૫૦થી વધુ હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. We Support BZના લખાણ સાથે મોડાસા-રાજેન્દ્રનગર હાઈવે પર ૫૦થી વધુ હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. હોર્ડિંગમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કોણ સમર્થન કરી રહ્યું છે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોવાથી કેટલાક સવાલ ઉભા થઈ રહ્યાં છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન નામંજૂર થતા જેલ હવાલે થયો. BZ કૌભાંડમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન નામંજૂર કર્યા છે. BZ પોન્ઝી સ્કીમ કૌભાંડ કેસમાં આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના રિમાન્ડ પૂર્ણ થતા કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે. ઈંદ્ર ક્રાઈમે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં ગ્રામ્ય કોર્ટે જેલ હવાલે કર્યો હતો. શું છે સમગ્ર ઘટના? તે જાણો. BZ સુપના ભૂપેન્દ્ર ઝાલાએ એકના ત્રણ ગણા નાણા કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરથી લાલચ આપીને ૬૦૦૦ કરોડનું કૌભાંડ આચાર્યું હોવાના ગાંધીનગર ઝૈઢની ટીમે એક્ષેપ કર્યા છે. સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભૂપેન્દ્ર ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પુરતુ જનાણા ધીરનારનું લાયસન્સ છે. તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખુ નેટવર્ક ઊભુ કર્યું હતું. કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી છે. જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. સરકારી વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે ભૂપેન્દ્ર ઝાલાએ પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલ્કતો ઊભી કરી છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.