બે ફેબ્રુઆરીના રોજ જયશ્રી જોગણી મિત્ર મંડળ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ ૧૧ વરઘોડિયાનો યોજાયો હતો, ત્યારે આ પ્રસંગે અનેક મહેમાનોમાં મહાનુભાવો હાજર હતા, ત્યારે જીજે ૧૮ના મહિલા એડવોકેટ પંખીબા ઝાલા યથાશક્તિ દાન આપેલ પણ એવી જાહેરાત કરવામાં આવી, તેમાં પોતે નિઃશુલ્ક કેસ આર્થિક પછાત હોય તેવા ઓબીસી સમાજ માટે લડવાની જાહેરાત કરી હતી, કારણ કે કચડાયેલો વર્ગ અને ઘણીવાર પતિ પત્રીના અનેક કેસો ફેમિલી કોર્ટમાં ચાલતા હોય છે, ત્યારે મહિલા આત્મનિર્ભર અને સશક્ત બને તે માટેનો સરાહનીય પ્રયાસ પણ કહી શકાય, પંખીબા ઝાલા પોતે એડવોકેટ હોવાથી ફેમિલી કોર્ટમાં આવતા કેસોમાં બને ત્યાં સુધી કોઈનું ઘર બંધાય તે માટેનો હંમેશા પ્રયત્ન હોય છે, આજે કોર્ટ કચેરીના ચક્કર અને ખર્ચમાં ઘણીવાર મહિલાઓ મૂંગા મોઢે સહન અન્યાય કરતી હોય છે, ત્યારે કોર્ટ અને વકીલની કી પણ ભરી શકતી નથી બાકી નાના મોટા નોટરીથી લઈને એફિડેવીટ સોગંદનામું મહિલા જે પીડિત હોય તેને વિનામૂલ્યે સેવા પ્રદાન કરી રહ્યા છે, ત્યારે મહિલા એડવોકેટ દ્વારા નિઃશુલ્ક કેસની જાહેરાતથી અનેક લોકો જેમાં ઘણાને જમીનના પ્રશ્નો હોય છે તેમણે પણ વીઝીટીંગ કાર્ડ માંગ્યા હતા અને પંખીબા ઝાલા દ્વારા જણાવેલ કે સમૂહ લગ્ન એક સેવા જ છે, લગ્નમાં ભપકાને અનેક પરિવારો બરબાદ થઈ ગયા છે, ત્યારે લગ્નમાં ભપકા કર્યા કરતા દીકરીને કંઈ આપીશું, તો તેની પાછળ કામ આવશે, અને સમુહ લગ્નમાં તમામ ચીજ વસ્તુઓ અનેક સેવાર્થીઓના કારણે મળી રહે છે, જેથી સમૂહ લગ્ન ઉપર પણ તેમણે ભાર મૂક્યો હતો,