શહેરમાં ૧૫ દિવસથી ખોદેલો ખાડો નહીં પુરાતા કોર્પોરેટર સેજલબેનએ ખાડામાં બેસીને વિરોધ કર્યો

Spread the love

 

 

સુરત

સુરત મનપાના વોર્ડ નં. ૪ કાપોદ્રા ખાતે જળક્રાંતિ મૈદાન પાસે સુરત મહાનગરપાલિકાનું પ્રેનેજ લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમ્યાન છેલ્લા પંદરથી રસ્તા પાસે મસમોટી ખાડો જેમનું તેમ હાલતમાં ખોદેલો મુકી કોન્ટ્રાકટર કામ અધૂરું મુકી ગયો હતો. જેને લીધે આસપાસની સોસાયટીઓ દીનબંધુ સોસાયટી, હરીદર્શન એપાર્ટમેન્ટ, રવિદર્શન એપાર્ટમેન્ટ, ચંદ્રદર્શન એપાર્ટમેન્ટના રહીશો પુષ્કળ પ્રમાણમાં હેરાન થતાં હતાં. પાલિકામાં વારંવારની રજુઆત કરવા છતાં ખાડો પુરવામાં ન આવતા ત્યાંના સ્થાનિક કોર્પોરેટર સેજલબેન માલવિયાને ફરિયાદ કરી હતી. સેજલબેન માલવિયા આજરોજ સ્થળ વિઝીટ કરી અધિકારીઓને આ બાબતે તાત્કાલિક ઉકેલ લાવવા જણાવ્યું હતું.સેજલબેન માલવિયાએ જણાવ્યું હતું કે, ડ્રેનેજ અને પાણીની લાઈનનું કામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન કોન્ટ્રાકટર કામ અધૂરું મુકી જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અધિકારીઓ એક બીજાને ખો આપી રહ્યાં છે. ડ્રેનેજના અધિકારી પાણી ખાતાને અને પાણી ખાતા વાળા ટ્રેનેજ વિભાગને ખો આપે છે, છેલ્લા પ દિવસથી અધિકારીઓને રજૂઆત કરવા છતાં અધિકારીઓની ખો બાજીમાં સ્થાનિકો છેલ્લા ૧૫ દિવસ થી હેરાન થાય છે પરંતુ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *