સૌરાષ્ટ્રમાં જાઓ એટલે પોલીસને મામા કહે, ત્યારે મામા કાયદો વ્યવસ્થા તો સંભાળે, પણ જરૂરિયાત મંદો માટે મામા મસિહા બને, તે કિસ્સો જીજે ૧૮ પેથાપુર પોલીસ સ્ટેશન ખાતે બન્યો છે, ત્યારે પી.આઈ તથા તમામ સ્ટાફને સત સત વંદન કહી શકાય,
પેથાપુર
રાજ્યમાં લગ્નની મોસમ ખીલી છે, ત્યારે ઘણીવાર નાના-મોટા લગ્નમાં પણ ભલે સાદાઈથી કરીએ પણ દીકરીને પહેરે લુગડે થોડી મોકલી દેવાય છે, જમવામાં બીજા ખોટા ખર્ચામાં, બ્યુટી પાર્લરમાં ન જઈને થોડા નાના ખર્ચ બચાવીને નાના-મોટા લગ્ન થઈ જાય, ત્યારે પેથાપુર પોલીસ સ્ટેશનમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા રેખાબેન ની દીકરી નામે ક્રિષ્ના ના લગ્ન હોય જે પોલીસને તથા પીઆઈ એમ એન દેસાઈને જાણ થતા તેઓએ સૌ સાથે ફળે ભેગો કરીને જે કર્મચારીઓએ યથાશક્તિ દાન કરેલ, જેમાં એક લાખ જેટલી માતબર રકમ થઈ હતી જે શ્રમજીવી મહિલા ને આપવામાં
આવી હતી ત્યારે આટલી મોંઘવારીમાં પણ માનવતા છે. એ જોઈ આનંદની વાત છે. હું આજના આ દિવસને કચારેય નહીં ભૂલી શકું.હાલમાં, પેથાપુર પોલીસ દ્વારા એક શ્રમજીવી મહિલાના દીકરીના લગ્ન કરવા માટે રૂપિયા ૧ લાખની રોકડ રકમ આપી માનવતાનું જીવતું ઉદાહરણ બની છે. પેથાપુર પોલીસ સ્ટેશનમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા રેખાબેન ગોવિંદભાઈની દીકરી નામે ક્રિષ્નાના લગ્ન હોઈ અને પેથાપુર પોલીસને જાણ થતા શ્રમિક મહિલાની દીકરીના લગ્નના ખર્ચ માટે પેથાપુર પોલીસ સ્ટેશના પીઆઈ શ્રી એમ એન દેસાઈ સાહેબ અને કર્મચારીએ નાણાકીય મદદ કરી હતી. જેમાં પેથાપુર પોલીસ સ્ટેશનના કર્મચારીએ પોતાની અથાશક્તિ પ્રમાણે આ સફાઈ કામદાર મહિલાને મદદ કરી હતી.અને તેમાં પણ હેડ.કોન્સ હમીરસિંહ સજજનસિંહ અને હેડ.કોન્સ માનસિંગભાઈ પુંજાભાઈનો મહત્વનો ફાળો રહ્યો હતો. અને દીકરીના લગ્ન ધામધૂમથી કરો કોઈપણ મદદની જરૂર હોઈ તો પીઆઈ શ્રી એમ એન દેસાઈ સાહેબ પૂરી કરવાની ખાત્રી આપી હતી. પોલીસની આવી સરસ અને માનવતા ભરી સરાહનીય કામગીરીની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે.