અમદાવાદ
૪ નગરપાલિકામાં બહુમતી કરતાં વધારે બેઠકો પર બિનહરીફ થતાં ભારતીય જનતા પાર્ટીએ વિજય પ્રાપ્ત કર્યો છે.ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના કાર્યો તેમજ કેન્દ્રિય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબની વિકાસની રણનીતિ, ગુજરાત રાજ્યના માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના માર્ગદર્શનમાં ગુજરાતમાં પ્રજા સુધી પહોંચી પ્રજાલક્ષી કાર્યો કર્યા છે તે જનતાએ સ્વીકારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટણી પહેલા જ પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે છે તે સાબિત કરી બતાવ્યુ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૬૮ નગરપાલિકામાં કુલ ૧૯૬ નગરપાલિકાની બેઠકો ચૂંટણી પહેલા વિજય મેળવ્યો છે, જેમાં ૪ નગરપાલિકામાં બહુમતી કરતાં વધારે બેઠકો પર બિનહરીફ થતાં ભચાઉમાં ૨૮ માંથી ૨૨ બેઠકો, હાલોલમાં ૩૬ માંથી ૧૯ બેઠકો, જાફરાબાદમાં ૨૮ માંથી ૧૬ બેઠકો તેમજ બાંટવામાં ૨૪ માંથી ૧૫ બેઠકો પર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ વિજય પ્રાપ્ત કર્યો છે. તેમજ, જુનાગઢ મહાનગરપાલિકાની ૯ બેઠકો અને તાલુકા પંચાયત તેમજ પેટા ચૂંટણીની ૧૦ બેઠકો એમ કુલ મળીને ૨૧૫ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ વિજય મેળવ્યો છે.