હીરામાં વેકેશન ખુલ્યા બાદ ૭૦ દિવસ છતા હિરા ઉદ્યોગમાં દિન પ્રતિદિન મંદી, કારખાનાદારો તેમજ હિરામાં કામ કરતા રત્ન કલાકારો કફોડી હાલતમાં મુકાયા
દિવાળી પહેલા ૭૦૦ ફેક્ટરી હતી તેમાં ૫૦% કારખાના હાલમાં બંધ, રત્ન કલાકારો હિરા છોડીને છુટક મજુરીમાં કામે લાગી ગયા
અમદાવાદ
વિવેકાનંદ ડાયમંડ એસોસીએશનના પ્રમુખ નરસિંહ પટેલે જણાવ્યું છે કે હિરા ઉદ્યોગમાં છેલ્લા ૩૫ વર્ષથી હીરામાં તેજી મંદી આવ્યા કરે છે. જ્યારે ૨૦૦૮ ની સાલમાં મંદી આવી તે પણ થોડા સમય પછી હિરા ઉદ્યોગ રાબેતા મુજબ થયો. કોરોનામાં પણ હીરા ઉધોગ ધમધમતો હતો પણ ૨૦૨૪ ની દિવાળી વેકેશન વખતે ખુબજ મંદી હોવા છતા રત્ન કલાકારોની દિવાળી નથી બગડી પણ એક મહિનાનું વેકેશન ના લીધે ખુબજ મંદી હતી ને એક બાજુ રશિયા અને યુક્રેનનું યુધ્ધ બીજી બાજુ કાચા હિરા (રફમાં) વધારો અને તૈયારી ડાયમંડ ખરીદવા કે બાયર આવ્યા નથી. ૧૭ મહિના થવા આવ્યા છતા હીરા ઉદ્યોગમાં હીરાની ચમક દિન પ્રતિદિન ઝાખી થતી જાય છે ને ગુજરાતમાં આશરે ૧૮ લાખ કારીગરો ને તેમાં પણ સુરતમાં ૧૨ લાખથી વધારે રત્ન કલાકારો પોતાની રોજીરોટી મેળવતા હતા પણ સુરતમાં ડાયમંડ નો મોટા પ્રમાણે કાચી રફ તેમજ તૈયાર હીરા વેચી શકો તેમજ તમો તમારો માલ સરકાર દ્વારા ઓફિસ પણ ડાયમંડ બુશમાં ખોલી નાંખી પણ હિરામાં ખુબજ મંદિના હિસાબે ૭૦ દિવસ થયા પણ દિન પ્રતિદિન કારખાનાઓ ગુજરાતમાં ૪૦% બંધ થઇ ગયા ને સુરત નબળુ પડતુ થયું. દિવાળીનું વેકેશન ખલુતા ૨૫% કારીગરો બીજા ધંધામાં જતા રહ્યા. હિરામાં કામ કરતા રત્ન કલાકારોમાં ૩૦૦ કારીગરો સુરતમાં તેમના દિકરા-દિકરીઓ ભણતા હતા તે રત્નકલાકરોથી ભણતા ઉઠાડી દીધા. હાલમાં અમદાવાદ શહેરમાં પુર્વ વિસ્તારમાં મોટે ભાગે હિરાના કારખાના ચાલે છે. દિવાળી પહેલા ૭૦૦ ફેક્ટરી હતી તેમાં ૫૦% કારખાના હાલમાં બંધ છે. આશરે ૭૦,૦૦૦ કારીગરો હિરામાંથી રત્નકલાકારો ૨૦ વર્ષથી કામ કરતા. રત્ન કલાકારો હિરા છોડીને છુટક મજુરીમાં કામે લાગી ગયા. પરપ્રાંત રત્ન કલાકારો પણ દિવાળીના વેકેશનમાં પોતાના વતનમાંથી પરત ફર્યા નથી. હાલમાં અમુક કારખાનામાં સવારે ૯-૦૦ વાગે કારખાના ચાલતા હોય છે ને હિરા અમુક તૈયાર થયા પછી રત્ન કલાકારોને બેથી ચાર કલાક બેસાડી રાખે છે. કેમકે રફો ખુબજ મોંઘી છે. ડીટીસી કંપની તેમજ રશિયા, આફ્રિકામાંથી હારા આવતા નથી. ત્યાં પણ અમુક જગ્યાએ કાચી રફોનો સ્ટોક છે. તેઓ પણ ૧૦% કાચી રફમાં ઘટાડો કરેલ છે. પણ વિવેકાનંદ ડાયમંડ એસોસીએશનના ગુજરાતના પ્રમુખ નરિસંહ પટેલ ડીટીસી કંપની ને વિનંતી છે આપ રફમાં રત્ન કલાકારોને ૨૦% કાચી રફમાં લેબરને ફાયદો કરો તેવી અખબાર દ્વારા ખાસ વિનંતી છે. જે પણ સાઇડ હોલ્ડર (લાયસન્સ) ધરાવતા ઇન્ડીયા ૪૮ લાયસન્સ ધરાવનાર વેપારી છે. તેમને વિનંતી કે રત્ન કલાકારોને રોજીરોટી મળી રહે તે હેતુથી અત્યાર સુધી સાઇડ હોલ્ડર ગુજરાતના ૨૮ થી વધારે જેની પાસે લાયસન્સ છે. તેઓને વિનંતી હિરા ઉદ્યોગને જીવંત રાખવો હોય તો તમને ૨૦% કમીશન મળે છે તે કમીશન ડાયમંડ કારીગરોને આપી દો તમને કોઇપણ સવલતો આપતા નથી. તેમના પરિવાર માટે, શિક્ષણ માટે, હોસ્પિટલ માટે, આરોગ્ય માટે તમો સુવિધા આપી નથી. જો હિરા ઉદ્યોગ જીવંત રાખવો હોય તો તમો રત્નકલાકારોનો વિમો ઉતારો, આરોગ્ય, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો, સરકારી લાભ મળતો નથી. હુડિયામણ કમાઇ આપતો આ ધંધો છે. સરકાર બજેટમાં કોઇપણ જાતનો ફાયદો આપ્યો નથી. તેથી બધા નારાજ છે.