DKMS ફાઉન્ડેશન ઈન્ડિયા દ્વારા અમદાવાદમાં ૧૦-બેડના BMT યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Spread the love

અમદાવાદ,

ગુજરાતમાં થેલેસેમિયા દર્દીઓને યોગ્ય સારવાર આપવાના વિઝન સાથે, કેંદ્રજી ફાઉન્ડેશન ઇન્ડિયા દ્વારા આજે અમદાવાદમાં નવા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ (મ્પૂ) યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂરિયાત સતત વધી રહી છે અને તે જરૂરિયાત પૂર્ણ કરવા માટે, આ નવા કેન્દ્રમાં વિશિષ્ટ બાળરોગ ૧૦ મ્ફ ભેડ, આવશ્યક એફેરેસીસ સંભાળ સુવિધાઓ અને આઉટપેશન્ટ સેન્ટર પણ છે. આ કેન્દ્રમાં ૪ ડોક્ટરો અને ૧૪ નર્સો સહિત ૨૬થી વધુ વ્યાવસાયિકો સેવા આપે છે જે દર્દીઓને શક્ય શ્રેષ્ઠ સંભાળ આપશે. આ નવા યુનિટનું સંચાલન, અમદાવાદની હેલ્થય સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના પરિસરમાં ઝેરિઝરેકણીહની તબીબી સલાહ સહાય સાથે બિન-લાભકારી સંસ્થા સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. ભારતના લોકો સામે ગંભીર આરોગ્યસંભાળ પડકારો હોય છેઃ દર વર્ષે ૧૨,૦૦૦થી વધુ બાળકોને જન્મ સાથે થેલેસેમિયા રોગ હોય છે, જે વારસાગત રક્ત વિકૃતિ છે જેના લીધે ગંભીર એનિમિયા થાય છે. આવા બાળકોને ઘણીવાર આજીવન રક્તદાનની જરૂરિયાત હોય છે, અને જો તેઓને યોગ્ય સારવાર આપવામાં ન આવે તો, તે પૈકી ઘણા બાળકો ૨૦ વર્ષથી વધુ સમય સુધી જીવિત રહેતા નથી. તેમના માટે એકમાત્ર ઉપચાર બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન વિકલ્પ છે, પરંતુ નાણાકીય અને લોજિસ્ટિકલ અવરોધોને કારણે અનેક લોકો માટે તેની ઍક્સેસ મર્યાદિત હોય છે. આ સારવારને વિસ્તૃત કરવા માટે, DKMS એ તેના એક્સેસ ટુ ટ્રાન્સપ્લાન્ટેશન પ્રોગ્રામ દ્વારા નવા યુનિટને ભંડોળ આપવા માટે ૩૧.૧૫ મિલિયન ભારતીય રૂપિયા (આશરે ૩૫૦,૦00 યુરો)ની સહાય માટે પ્રતિબદ્ધતા વ્યકત કરી છે. DKMSના ગ્લોબલ CEO ડૉ.એલ્કે ન્યુજાહરે કહ્યું કે, અમદાવાદમાં BMT યુનિટને ભંડોળ આપીને, અમે જીવનરક્ષક સંભાળ તમારા નજીકના વિસ્તારમાં લઈ આવ્યા છીએ, આ રોગની સારવારમાં આવતા અવરોધો ઓછા કરવા અને એવા પરિવારોને સમર્થન આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેમને સારવાર લેવા માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડે છે. અમારું સ્વપ્ર ભારતમાં થેલેસેમિયાથી પીડિત દરેક બાળકને નવજીવન આપવાનું છે – અને તેમનું સ્મિત પરત લાવવા, તેમની વૃદ્ધિ સાથે તેઓના સારા ભવિષ્યને સ્વીકારવાની એક તક આપવા ઈચ્છીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *