ગાંધીનગર
GJ-18 ખાતે શ્રી દંઢાવ્ય (સત્તાવીશ) ઝીણી ઔદિચ્ય સહસ્ર વિદ્યોત્તેજક મંડળ દ્વારા આયોજિત તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર શિષ્યવૃત્તિ વિતરણ સમારોહ તારીખ ૯/૨/૨૦૨૫ (રવિવાર)ના રોજ ખીમજી વિશ્રામ હોલ, નાથિબા કોલેજ ખાતે યોજાયો હતો, ત્યારે સમાજના યુવાનોમાં એકાગ્રતા અને તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનથી આગળ વધવાની જિજ્ઞાસા વધે તે હેતુથી કરવામાં આવેલ,
ત્યારે આ પ્રસંગે મુખ્ય મહેમાન વિપુલભાઈ પાઠક, (ગોજારીયા) હાર્દિક મહેન્દ્રભાઈ જાની, (લાકરોડા) ડોક્ટર કિરીટભાઈ વ્યાસ, (માણસા) ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે આ પ્રસંગે વિદ્યાર્થીઓને એવોર્ડસન્માન ઉપરાંત શિષ્યવૃતિ પણ આપવાની હોય જે તે બેંક ખાતા નંબર સાથે વિદ્યાર્થીના ખાતામાં જમા થાય તે માટે સરાહનીય પ્રયાસ કહી શકાય વિદ્યાર્થીઓના વિકાસ માટે સમાજ દ્વારા મુહીમ પણ ચલાવવામાં આવે છે.
વધુમાં, સમાજના આગેવાનો દ્વારા હવે ડિજિટલ ભારત થકી હવે ડિજિટલ પત્રિકા બનાવીને રૂબરૂ તુલ્ય સમજીને તમામને whatsapp ગ્રુપથી લઈને સોશિયલ મીડિયામાં મોકલી હતી, જે કાર્યક્રમ સફળ રહ્યો હતો, ત્યારે સમાજના પ્રમુખ ડોક્ટર વિનોદ કુમાર યાશિક, ઉપપ્રમુખ મધુસુદન મિસ્ત્રી, મંત્રી હર્ષદકુમાર વ્યાસ, સહમંત્રી ઉપેન્દ્રભાઈ દિવ્યેસર (મંત્રી) સહમંત્રી, મહેશકુમાર શુકલ (ખજાનચી), નવીનચંદ્ર ત્રિવેદી તથા હોદ્દેદારો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ સફળ રહ્યો હતો.


