લાખો વાહનો આવન જાવન કરતા હોય લોકો રૂમાલ મોઢે રાખીને જાય તેવી સ્થિતિ
ગાંધીનગર
Gj 18 મહાનગરપાલિકા થી લઈને પાટનગર યોજના ભવનને લાખો નહીં કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટ સરકાર આપે છે પણ વિકાસના કામમાં નામ બડેદર્શન ખોટે તેમ તંત્ર જોઈએ તેવું કામ કરતું નથી, તેનો આ ઉત્તમ નમૂનો છે, ત્યારે ચ-ઝીરો થી લઈને ધોળાકુવા અને રક્ષાશક્તિ સર્કલ ચોકડી સુધી પાણી ગટરના ગંગા, જમુના વહેતી હોય તેમ વહી રહ્યા છે, ત્યારે જવાબદારી કોની? અને મનપા મોટા ભાગનું ક્રીકેટ રમવા પડ્યું છે, ધોલા અને દંડો લઈને અઠવાડીયાથી મેમો ચાલે છે, પ્રજાના પ્રશ્નો રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે જુઓ આ તસ્વીર છે, ત્યાંથી લાખો વાહનો રોજબરોજ પસાર થાય છે, IAS, IPS, મંત્રી, મુખ્યમંત્રીનો કાફલો પણ અહીંથી પસાર થાય છે, ત્યારે ગંધના ગોટેગોટા જે ઉડી રહ્યા છે, તેની સુવાસ નગરજનોમાંથી કોઈ બાકી નહીં હોય, ત્યારે ઉપર પીએમ અને સીએમના ફોટા છે, જ્યાંથી ગટરના નીર વહી જઈ રહ્યા છે, બાકી દેશના પીએમ કરોડો નહીં અબજો રૂપિયા ગ્રાન્ટો વિકાસ માટે ફાળવે છે, અને દાદા પણ તમામ કેન્દ્રમાંથી આવેલી ગ્રાન્ટો જે તે મહાનગરપાલિકાઓને હિસાબ કિતાબ આપી દે છે. અને કટકી બાજુઓની જે વર્ષોથી ચાલતી હતી તે લીકેજ બંધ કરી દીધા છે, ત્યારે આટલી રકમ વિકાસની આવવા છતાં જો કામ ન થતા હોય તો કરવાનું શું? પીએમ, સીએમ ઉપર ફોટામાંથી આ જોઈ રહ્યા છે, ત્યારે આટલી મોટી રકમો ગ્રાન્ટની આપવા છતાં કામ ન તંત્ર કરતું હોય તો શું કરવાનું, પબ્લિકને હેરાન થવાનું ગંધના ગોટેગોટા ઉડતા અનેક લોકો બીમારીમાં સપડાયા જેવી સ્થિતિ સર્જાઈ છે.
ચ-૦ થી રક્ષા શક્તિ સર્કલ સુધી ખુશ્બુ જીજે ૧૮કી સુંઘવા ના જાવ તો પણ વાહનો ત્યાંથી નીકળે એટલે આવી જ જાય, ત્રણ દિવસથી ગટરો ઉભરાઈ રહી છે, મેટ્રો રેલવે સ્ટેશનની નીચે જે ગટરોના પાણી વહી રહ્યા છે, તે પાણી હવે છેક રિલાયન્સ ચોકડી સુધી પહોંચ્યા, રોજબરોજ લાખો વાહનો અને અધિકારીઓ અહીંથી પસાર થાય છે, ત્યારે હવે આ કોણ કરાવશે?

