અમદાવાદ
જમાલપુર ખાડિયા ના પૂર્વ ભાજપના ધારાસભ્ય ભૂષણ ભટ્ટે જણાવ્યું કે અમદાવાદ ના કોટ વિસ્તાર ખાડિયા વોર્ડ માં ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો ને તબીબી સારવાર મળી રહે તે હેતુ થી સ્વ.અશોકભાઈ ભટ્ટ આરોગ્ય મંત્રી હતા ત્યારે ખાડિયા વિસ્તાર માં કાપડી વાડ રેફરલ હોસ્પિટલ અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન બંધ અને જર્જરિત હાલત ની હોસ્પિટલ માં આ નગર આરોગ્ય કેન્દ્ર સુવિધાઓ શરૂ કરાવેલ તેનો આ વિસ્તાર અને આજુબાજુ ના અનેક લોકો ને આ લાભ મળતો હતો. મ્યુસિપલ કોર્પોરેશન તરફ થી હોસ્પિટલ જૂનું અને જર્જરિત હોઈ રજૂઆત ના આધારે તે હોસ્પિટલ ને સ્થાનિક જન પ્રતિનિધિ તથા રહીશો ની રજૂઆત ધ્યાને લઈ નવું બનાવની રજૂઆત કરેલ ત્યાંસુધી આ અન્ય સ્થળે આ કેન્દ્ર ચાલતું હતું.આ હોસ્પિટલ સંપૂર્ણ બનાવી ને હાલ માં તૈયાર થઇ ગયેલ છે. તો ખાડિયાના મ્યુનિસિપલ કાઉન્સિલર,જનપ્રતિનિધિઓ, સ્થાનિક રહીશો ની રજૂઆત ધ્યાને લઇ આ જગ્યાએ પુનઃ શરૂ થાય તે અંગે અગાઉ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ જોશીને જાણ કરેલ હતી અને રાજય સરકારના સહયોગ સહકાર થી તબીબી સેવાઓ આરોગ્ય કેન્દ્ર સિવિલ સંચાલિત શરૂથાય તે અંગે કાર્ય વાહી જાણ હિત ને ધ્યાને લઈ કરાવવા ભલામણ કરી હતી.