અમદાવાદ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ ૧૧મી ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ અમદાવાદ ખાતે ગુજરાત રિન્યુએબલ એનર્જી કોકલેવ નું આયોજન કરવામાં આવ્યું હતું, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સંદીપ એન્જીનીઅરે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ષ ૨૦૪૭ સુધીમાં વિક્સીત ભારત x વિઝનને સાકાર કરવામાં રિન્યુએબલ એનર્જી ની મહત્વની ભૂમિકા પર ભાર મૂકયો હતો. તેઓએ વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ૩ રિન્યુએબલ એનર્જી ક્ષમતા પ્રાપ્ત કરવાના આપણા રાષ્ટ્રીય લક્ષ્યાંકમાં ગુજરાતના નોંધપાત્ર યોગદાન પર પણ ભાર મૂક્યો હતો તેમજ આપણા રાજ્યની વર્તમાન સ્થાપિત ક્ષમતા ૨૦ ૬ વિષે વાત કરી હતી. તેઓએ આપણી ઔદ્યોગિક પ્રગતિને વેગ આપવા માટે ઉદ્યોગના વિવિધ હિતધારકો, સરકારી સંસ્થાઓ અને નાણાકીય સંસ્થાઓ વચ્ચે મજબૂત સહયોગને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે વૈશ્વિક નિપુણતા, નવીનતા અને રોકાણનો લાભ લેવા માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારી ઉભી કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો તેમજ ગુજરાતને આપણા સમગ્ર દેશમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે એક કેટલિસ્ટ ઉત્પ્રેરક તરીકે પ્રસ્થાપિત કરવા અને વિશ્વભરમાં નવીનીકરણીય ઉર્જા વિકાસ માટે એક મોડેલ રાજ્ય તરીકે સ્થાન પ્રાપ્ત કરવા બાબતે વાત કરી હતી.ICC ગુજરાત કાઉન્સિલના અધ્યક્ષ પથિક પટવારીએ રિન્યુએબલ ઊર્જા માં ગુજરાતના નેતૃત્વ પર ભાર મૂક્યો હતો તેમજ રાજ્ય પાસે ઉપલબ્ધ વિપુલ પ્રમાણમાં સૂર્યપ્રકાશ અને સૌર અને પવન પ્રોજેક્ટ્સ માટે દરિયાકિનારાનો લાભ ઉઠાવવા વિશે પણ વાત કરી હતી. તેમણે ૭૦૦ મેગાવોટના xચરણકા સોલાર પાર્કx અને ભારતની ૨૦૦ ગીગાવોટ રિન્યુએબલ ક્ષમતામાં ગુજરાતના ૨૦ ગીગાવોટના યોગદાન જેવા સીમાચિહ્નો પર ખાસ પ્રકાશ પાડયો હતો. રાજ્યની નવી રિન્યુએબલ એનર્જી પોલીસી સોલાર રૂફટોપ્સ, મોટા પાયે પ્રોર્જેક્ટ્સ અને પવન ઊર્જામાં વૃદ્ધિને આગળ ધપાવવા બાબતે ખુબ જ ઉપયોગી સાબિત થયેલ છે. તેમણે માનનીય વડાપ્રધાનના ૨૦૩૦ સુધીમાં ૫૦% રિન્યુએબલ એનર્જી અને ૨૦૭૦ સુધીમાં કાર્બન ન્યુટ્રાલિટીના લક્ષ્યોને હાંસલ કરવા માટે રોકાણ, નવીનતા અને સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેઓએ ખાસ ભાર મૂક્યો હતો કે પ્રસ્તુત કોન્કલેવ આપણા રાજ્યને રિન્યૂએબલ એનર્જી તરફ આગળ વધવા બાબત એક રોલ-મોડેલ તરીકે પ્રસ્થાપિત કરશે. ICC નેશનલ એક્સપર્ટ કમિટી ઓન એનર્જી ચેરમેન અનિલ રાઝદાન એ આજે વિશ્વની સામે ઉપસ્થિત અનેકવિધ ઉર્જા પડકારો વિશે વાત કરી હતી. તેમણે આબોહવા પરિવર્તનની
દૂરગામી અસરોને દર્શાવવા માટે વિવિધ પર્યાવરણ સંબંધિત બનાવો જેવા કે કોલ્ડ વેસ, અને કેલિફોર્નિયા તેમજ સ્થળોએ થતા બુશ ફાયર નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે નોંધ લીધી હતી કે જયારે ૩૯O જેટલી વિવિધ સંસ્થાઓ સક્રિયપણે ઉકેલ મેળવવા કાર્યરત છે ત્યારે આવી કઠિન પરિસ્થિતિ આપણા સૌ માટે પર્યાવરણ સંબંધી તાકીદ તેમજ ઝડપી પગલાં ની માંગ કરે છે. તેમણે આબોહવા જોખમોને ઘટાડવા માટે ભારતે ૪૦% નવીનીકરણીય ઉર્જા અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ડો. જ્યોતિર્મય (જયોતિ) રોય, સ્થાપક અને CEO, GreenEnco Ltd એ પર્યાવરણ કટોકટી અંગે આપણા સૌની જરૂર કરતાં ઓછી જાગૃતિ બાબત પ્રકાશ પાડયો હતો તેમજ વિવિધ કુદરતી આફતોના વધતા જતા બનાવો તરફ ધ્યાન દોર્યું હતું અને માનવ સમુદાય ના લાંબા ગાળાના અસ્તિત્વને સુનિશ્ચિત કરવા માટે પ્રકૃતિ સાથે સમન્વય પ્રાપ્ત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે રિન્યુએબલ એનર્જી એડવાઈઝરી માં, ખાસ કરીને સૌર ઉર્જા, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ અને સોલાર હાઈડ્રોજન પ્રોજેક્ટ્સમાં ગ્રીનએનકો લિમિટેડની નિપુણતા વિશે વાત કરી હતી.