મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જગ્યા માટે ૧૪૦૦૦, જુ. કર્લાકની જગ્યા માટે ૭૧૫૩૪ તથા
ડે.મ્યુ. કમિશ્નરની જવાબદારી વાળી જગ્યા માટે ૧૭૦ જેટલા ઉમેદવારો મળી કુલ ૮૫૭૦૪
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના વિરોધ પક્ષ ના નેતા શેહઝાદ ખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું કે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં વિવિધ ખાતામાં છેલ્લા કેટલાય સમયથી ભરતી કરવામાં આવતી નહોતી હવે વિવિધ ખાતામાં ભરતી કરવા બાબતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ તાજેતરમાં ટેકનીકલ સુપરવાઈઝરની જગ્યા ભરવા બાબતે લેખિત પરીક્ષાના માર્ક સાથે ચેડાં કરવા ગેરરીતી તથા ભષ્ટ્રાચાર થયો હોવાનું ઉજાગર થવા પામેલ હતું હવે તમામ ભરતીમાં ક્યાંક ગેરરીતી કે ભષ્ટ્રાચાર થયો હોવાની બુમ આવી રહી છે જેથી ભરતી બાબતે દાલ મેં કુછ કાલા હૈ, કે પુરી દાલ કાલી હૈ? તે તપાસનો વિષય બની જાય છે તા. ૧૫-૧૦-૨૩ ના રોજ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જગ્યા માટે ૧૪૦૦૦ જેટલા ઉમેદવારો, તા. ૨૪-૧૧-૨૪ ના રોજ જુ. કર્લાકની જગ્યા માટે ૭૧૫૩૪ જેટલા ઉમેદવારો, તા.૦૬-૧૦-૨૪ ના રોજ ડે.મ્યુ. કમિશ્નરની જગ્યા માટે ૧૭૦ જેટલા ઉમેદવારો મળી કુલ ૮૫,૭૦૪ જેટલા ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવેલ હતી તે તમામ પરીક્ષાના રીઝલ્ટ સ્થગિત કરી દેવામાં આવેલ છે તેમાં ડે.મ્યુ. કમિશ્નરની જવાબદારી વાળી જગ્યા માટે તેની પરીક્ષા ના પરિણામો સ્થગિત કરવા પડ્યાં જેનાથી સ્પષ્ટ થાય છે કે, આ ભરતીમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતી કે ભષ્ટ્રાચાર થયો છે. મ્યુ.કોર્પોની વિવિધ જગ્યાઓની ભરતી માટે પૈસા ફેંકો નિમણુંક મેળવો જેવી પરિસ્થિતિ આકાર લઈ રહી છે.
જેમાં સહેજ પણ અતિશ્યોક્તિ નથી. મ્યુ. કોર્પોમાં છેલ્લા કેટલાય સમયથી ભરતી નહી કરાતાં એક તરફ સ્ટાફની અછત છે જેને પ્રાથમિક સુવિધાઓના કામો ફરિયાદોનો નિકાલ નથી થતો તથા બીજી તરફ મ્યુનિ. કોર્પોના વિવિધ રેવન્યુ ખાતામાં કામનો ભરાવો થઈ જતાં મ્યુ.કોર્પોની આવક ગુમાવવી પડે છે જેને કારણે મ્યુ. કોર્યો અને પ્રજા બનેં બાજુથી પીડાય છે. જેથી મ્યુ.કોર્પોમાં ભરતી કરવા તેમજ નિમણુંક બાબતે યોગ્ય અને ન્યાયિક પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કર્યા બાદ નિમણુંકો કરવા બાબતે સ્ટાન્ડડ પ્રોસીજર નક્કી કરવી જોઈએ ખરેખર જો પારદર્શક વહીવટ કરવો હોય તો ભષ્ટ્રાચાર અને ગેરરીતી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલ હોય તેવા તમામ અધિકારીઓ/કર્મચારીઓને તેઓના ગુનાને ગંભીરતાથી લઈ જે કોઈ કસૂરવાર હોય તેઓને તાકીદે સસ્પેન્ડ કરવા અથવા ડીસમીસ કરી પોલીસ ફરિયાદ કરવા જેવા કડક પગલાં લઈ સજ્જડ દાખલો બેસાડવો જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ અધિકારી કામમાં ગેરરીતી કે ભષ્ટ્રાચાર આચરવાનો વિચાર સુધ્ધાં ના કરે જેથી તમામ કસુરવાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગણી છે.