અમદાવાદ
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, અમદાવાદ જિલ્લા રમત વિકાસ અધિકારી તથા નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઈન્ડના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત દિવ્યાંગ ભાઈઓ બહેનોની એથલેટિક રમતોની સ્પર્ધાઓ યોજાઈ હતી. ગુજરાત યુનવર્સિટી ટ્રેક, અમદાવાદ ખાતે યોજાયેલી એથલેટિક સ્પર્ધાઓમાં ૫૫૦ જેટલા પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા તેમના શિક્ષકો, વાલી, ટેકનિકલ સ્ટાફ, કોચ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.દોડ, લાંબીકૂદ, ગોળાફેંક, ચક્રફેંક, તથા બરછી ફેિંક જેવી રમતોમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતિય, તૃતિય ક્રમે વિજેતા જાહેર થયેલા ખેલાડીઓને ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.