દારૂ પીધેલા 15 પકડાયેલા યુવાનોમાંથી 10 પાટીદાર યુવાનો હોય છે : મહિલા PSI ઉર્વશીનો વીડિયો વાયરલ થયો
સુરત
ગુજરાતમાં દારૂબંધી છે છતાં બેફામ દારૂનું વેચાણ થાય છે અને પોલીસની કાર્યવાહીમાં અનેક લોકો દારૂ પીતા ઝડપાતા હોય છે. સરકાર અને પોલીસ દ્વારા અનેક દાવાઓ કરવામાં આવે છે પરંતુ રાજ્યમાં દરેક જગ્યાએ દારૂ મળી રહે છે. આ વચ્ચે સુરતના સરથાણના મહિલા PSIનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં મહિલા પીએસઆઈ કહી રહ્યાં છે કે દારૂ પીધેલા ઝડપાયેલા 15 યુવાનોમાંથી 10 પાટીદાર યુવાનો હોય છે. સુરતના સરથાણ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ઉર્વશી મેંદરપાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મહિલા પીએસઆઈ એક કાર્યક્રમમાં બોલી રહ્યાં છે. તે કહી રહ્યાં છે કે દારૂ પીધેલા 15 પકડાયેલા યુવાનોમાંથી 10 પાટીદાર યુવાનો હોય છે. મહિલા પીએસઆઈ કહે છે કે પીધેલા પકડાયા બાદ અમને છોડી દેવાની ભલામણ કરાય છે.