દેશમાં અને ગુજરાતમાં જિલ્લા પંચાયત મહાનગરપાલિકા અને પાલિકામાં કેસરિયો લહેરાયો છે ત્યારે કોંગ્રેસ વિમુખ થતી જાય છે ત્યારેઆપ પાર્ટી કાચબાની ગતિએ કરી રહી છે ત્યારે પ્રજાને નવો વિકલ્પ મળે તે ઉદ્દેશ્યથી ૫૦ દિવસમાં ૫૦ લાખ કાર્યકર્તાઓ બનાવવાની નેમ સાથે દરેક જિલ્લાઓમાં સંમેલન યોજવા તડામાર તૈયારીઓ આરંભી દીધી છે ત્યારે દિલ્હી સુરત બાદ હવે મનપામાં આપ એન્ટ્રી કરવા જઈ રહી હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળેલ છે ગાંધીનગરમાં આપ પાર્ટી દ્વારા તારીખ ૧૩ માર્ચના રોજ સંમેલન યોજવાની તૈયારીઓ આરંભી દીધી છે ત્યારે ૫૦ દિવસમાં ૫૦ લાખ કાર્યકરો બનાવવા માટે મેં પણ તૈયાર કરી દીધું હોવાની તથા મનપામાં ૪૪ સીટોમાં ઉમેદવારો ઉભા રાખવાની પણ તૈયારીઓના ભાગરૂપે સંમેલન બોલાવવામાં આવ્યું છે દિલ્હીમાં જે આપનો પગપેસારો અને ત્યારબાદ કરેલા કામો અને પ્રજાનો ઉમળકો જોતા દિલ્હી ની બ્લુ પ્રિન્ટ રજૂ કરીને મનપામાં ૪૪ ઉમેદવારો ઉભા રાખવાની કવાયત તે જ કરવાની રણનીતિ ચાલી રહી છે ત્યારે ગુજરાતના સુરત ખાતે ૨૭ સીટો આપ પાર્ટીની આવતાં અને કોંગ્રેસ ત્રીજા નંબરે પણ ન આવતા હવે આમ આદમી પાર્ટીનો વિસ્તાર અને વ્યાપ વધતો જાય છે નવા સમીકરણો રૂપી પ્રજાને ત્રીજા પક્ષના દર્શન થકી નવો વિકલ્પ પણ જોવાઈ રહ્યો છે ત્યારે ગાંધીનગર ખાતે યોજાનારા સંમેલનમાં દિલ્હીના પ્રભારી ગુલાબ સિંહ યાદવ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા દિલ્હી સહ પ્રભારી રાજેશ શર્મા પૂર્વ અધ્યક્ષ કિશોર દેસાઈ સંગઠન મંત્રી હસમુખ પટેલ સહપ્રભારી શિવકુમાર ઉપાધ્યાય અમદાવાદ જિલ્લાના પ્રમુખ હસમુખ પટેલ ઉપસ્થિત રહેવાના છે ગાંધીનગર મનપાની ૪૪ સીટ ઉપર ઉમેદવારો ઊભા રાખવા રાજનીતિની ચર્ચા કરવામાં આવનાર છે ત્યારે ૨૭ નગરસેવકો જે સુરતમાંથી ચૂંટાયા તેમને પણ આમંત્રણ આપ્યું હોવાની અને મિટિંગમાં હાજર રહેવાની પણ સૂચના આપી હોવાનું સૂત્રો જણાવે છે.