ગુજરાતનું કહેવાતું પાટનગર ગાંધીનગર નું નામ ગુજરાતના કોઇપણ ખૂણે લો એટલે નામ મોટું તથા જે પરિપત્રો આદેશો હુકમઠરાવો જે પ્રસિદ્ધ થાય છે તે પણ અહીંયા થી જ થાય છે અન્ય જિલ્લાઓમાં પ્રશ્નોનું સોલ્યુશન લાવનારા ઉચ્ચ બાબુઓ ગાંધીનગરના મનપાના કર્મચારીઓએ જેઓ ૨૦૧૦થી પેન્શન માટે વલખા મારી રહ્યા છે અને સાતમા પગાર પંચનો લાભ મળેલ નથી એરિયર્સ બાકી છે ત્યારે અનેક રજૂઆતો દસ વર્ષથી વધારે સમયથી ચાલી રહી છે ત્યારે આ લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવતું નથીપ્રાપ્ત વિગતો અનુસાર મનપાના કર્મચારીઓએ છે તેમાં પહેલા નોટિફાઇડ એરિયા કચેરી કામ કરતું હતું ત્યારે નોટિફાઇડ એરિયા દ્વારા ગાંધીનગરની સાફ-સફાઈ થી લઈને અનેક કામગીરી થતી હતી ત્યારબાદ ગાંધીનગર મહાનગરપાલિકા બનાવવા નોટિફાઇડ એરિયા કચેરી મનપામાં તબદીલ થઇ હતી ત્યારબાદ અનેક કર્મચારીઓ રિટાયર્ડ થયા અને મૃત્યુ પણ પામ્યા છે ત્યારે તેમનું પરિવાર વર્ષ ૨૦૧૦ બાદ પેન્શન તથા સાતમા પગાર પંચ માટે ટળવળી રહ્યા છે ગાંધીનગરને સુશોભિત બનાવવા હંમેશા હરણફાળ ફોજી રહ્યો છે તે આ કર્મચારીઓની દેન છે ત્યારે ગાંધીનગર નું નામ રાષ્ટ્રપતિ ચંદ્રક એવા કર્મીઓ છે.
ત્યારે આ ચંદ્રક અને શું કરવાના તેવો વેધક પ્રશ્ન પૂછી રહ્યા છે હાલ પેન્શન ઘણા કર્મચારીઓને ૧૨ હજારની આસપાસ મળે છે ત્યારે સાતમા પગાર પંચનો લાભ થી પણ વંચિત છે અને ઘણા લોકો ૨૦૧૦ પછી રિટાયર્ડ થયા પેન્શનની લડાઇ લડતા-લડતા મૃત્યુ પામ્યા છે ત્યારે અબજો રૂપિયાની ગ્રાન્ટ મનપા અને સ્માર્ટ સિટી થકી વપરાય છે ત્યારે થોડુંક કર્મચારીઓ સામે જુઓ તેવી લાગણી લોકોમાં ઉઠવા પામી છે ત્યારે ૭૦ જેટલા કર્મચારીના પરિવારમાં ભેગા થઈને આપ્રશ્ને મતદાન નહીં કરવાનો ર્નિણય કરવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવે છે.