આપણા દેશના કૃષિ વિકાસ તથા કિસાનની સમૃદ્ધિમાં અગ્રેસર રહી હંમેશાં યોગદાન આપનાર,ગુજરાત સરકારશ્રીના જાહેર સાહસ “ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લીમીટેડ” ભરૂચ દ્વારા આજના આધુનિક યુગમાં સોશીયલમીડિયા કે મોબાઇલથી કૃષિલક્ષીમાહિતી, કંપનીના વિવિધ ઉત્પાદનોની વિશેષતાઓ તેમજ સરકારશ્રીની કૃષિ યોજનાઓ, બજારભાવ, કૃષિ સમાચારો, પ્રગતિશીલ ખેડૂતોની સાફલ્યગાથાઓ, વિવિધસંશોધનોવગેરેસરળભાષામાં ખેડૂત સુધી પહોંચે તે હેતુથી તાજેતરમાં કંપનીના મેનેજીંગ ડીરેક્ટર તથા અધિક મુખ્ય સચિવશ્રી(નાણા), ગુજરાતરાજ્ય શ્રી પંકજ જોશીના વરદ હસ્તે જી.એન.એફ.સી.ના “નર્મદા કિસાન પરિવાર પત્ર” નું ઈ-વિમોચન કરવામાંઆવ્યું. ઉપરોક્તકાર્યક્રમમાં શ્રીકે. એસ. રંધાવા(IFS) – MD GAIC, શ્રી બી. વી. વસોયા(નાયબ ખેતી નિયામકશ્રી), શ્રી મનીષ બિલ્લોરે (AGM GNFC Ltd.)તથા ગુજરાત રાજ્યની મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ હાજર રહેલ. “નર્મદા કિસાન પરિવાર પત્ર” ના ઈ-વિમોચન કાર્યક્રમમાંગુજરાતના૮૦કરતાં પણ વધારે સેન્ટરો ઉપરથી મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉત્સાહપૂર્વક ઓનલાઈન જોડાયેલ.
જી.એન.એફ.સી. ફક્ત ખાતરોનું ઉત્પાદન કરી, તેના વેચાણ થકી નફો કરવાનો હેતુ રાખતી નથી. સાથે સાથે કૃષિ સેવા પ્રવૃત્તિના ભાગરૂપે અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. ગુજરાત રાજ્યના રીજીયોનલ મેનેજર શ્રી જી. કે. પટેલે જણાવેલ કે એમ.ડી.- જી.એન.એફ.સી.ના માર્ગદર્શન હેઠળ તથા માર્કેટીંગ ટીમ(ગુજરાત) દ્વારા તૈયાર થયેલ “નર્મદા કિસાન પરિવાર પત્ર” દરેક મહિનાના પ્રથમ અઠવાડિયામાં આજની ખેતી પદ્ધતિ તથા કૃષિ માહિતી અને કૃષિ સંદેશો લઈને ગુજરાત રાજ્યના કંપનીમાં રજીસ્ટર થયેલ આશરે૭૪૧૬૨ખેડૂતોના મોબાઈલમાં આ ઇલેક્ટ્રોનિક રૂપમાં પ્રસિદ્ધ થશે.ગુજરાતમાં કંપનીના ૫૪ (ચોપ્પન) જેટલાં“નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર” આવેલાં છે જેના દ્વારા કોઈપણ વ્યક્તિ કે ખેડૂતમિત્રો આનો વિનામૂલ્યે લાભ લઇ શકશે. કંપનીનો અભિગમ ગુજરાત રાજ્યના ખૂણે ખૂણે કૃષિ માહિતીનો પ્રચાર અને પ્રસાર થાય તે જ છે.
જી.એન.એફ.સી.દ્વારા પ્રસારિત કાર્યક્રમમાં ગુજરાતભરનાખૂણે-ખૂણેથી ઓનલાઈનજોડાયેલ આશરે ૩૦૦૦જેટલાં ખેડૂતો તથા વિતરકોને સંબોધતાં શ્રી પંકજ જોશીએ જણાવેલ કે કંપની દ્વારા ૧૯૮૨થીનર્મદા યુરિયાના ઉત્પાદનની શરૂઆત કરેલ.તદુપરાંતનર્મદા ફોસ, નીમકેક, નીમ પેસ્ટીસાઇડ તથા નીમ પેદાશો જેવીકે સાબુ, હેન્ડવોશ, ફેસવોશ, સેનીટાઈઝર, વેપોરાઈઝરવગેરેઉત્પાદનો પણ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચાડેલ છે.જી.એન.એફ.સી. દ્વારા ઉત્પાદન તથા નફાના અનેક વિક્રમો સર્જવામાં આવ્યા છે.કોરોનાની હાડમારી હોવા છતાં જી.એન.એફ.સી. દ્વારાચાલુનાણાંકીય વર્ષ (૨૦૨૦-૨૧)ના નવ મહિના બાદ રૂ. ૩૩૯૫ કરોડનાવકરા(turnover) સાથે રૂ. ૪૯૮ કરોડનો ચોખ્ખો નફો હાંસલ કરવામાં આવેલ છે.
“નર્મદા કિસાન પરિવાર પત્ર”નું સંકલન કંપનીના કૃષિ સ્નાતક, “નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર” ના ઇન્ચાર્જ તથા સમગ્ર માર્કેટિંગ પરિવાર દ્વારા કરવામાં આવે છે. જી.એન.એફ.સી.ના આ અભિગમને તથા કંપનીના આ નમ્ર પ્રયાસને કાર્યક્રમમાં ભાગ લેનાર પ્રગતિશીલ ખેડૂતો, ખેડૂત આગેવાનો, એ.પી.એમ.સી.ના હોદ્દેદારો, કૃષિ વિભાગના અધિકારીગણ તથા સમસ્ત કૃષિ સંલગ્ન સંસ્થાઓના વડાઓએ બિરદાવ્યો છે અને ખેડૂત મિત્રો આ વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિનો વધુમાં વધુ ઉપયોગ કરી ખેતીમાં વધુ સફળ અને સમૃદ્ધ બને એવી કંપનીના મેનેજીંગ ડીરેક્ટર શ્રી પંકજ જોશીસાહેબે આગ્રહપૂર્વક જણાવેલ.