બે પત્નીવાળા પતિએ ઘરમાં શિફ્ટ લાગૂ કરી, પહેલી પત્નીને ૪ દિવસ અને બીજી પત્નીને ૩ દિવસ સમય આપવાનો

Spread the love

 

 

પૂર્ણિયા,

કહેવાય છે કે કયારેક ક્યારેક લોકોને એકબીજા સાથે દિલ લગાવવાનું મોંઘુ પડી જાય છે. પણ ઘણી વાર પ્રેમની મોંઘી કિંમત પણ ચૂકવવી પડતી હોય છે. પછી તે પતિ પત્ની હોય કે આશિક, કિંમત ચૂકવવા માટે બંનેને તૈયાર રહેવું પડતું હોય છે. આવો જ એક રસપ્રદ કિસ્સો બિહારના પૂણિયામાંથી સામે આવ્યો છે. આજ સુધી તમે જમીન, મકાન અને સંપત્તિના ભાગલા પડ્યા હોવાની વાત સાંભળી હશે, પણ પતિના ભાગલા પડ્યા હોવાનો દાખલો પણ સામે આવ્યો છે. પૂર્ણિયામાં તાજેતરમાં એક પતિએ પહેલી પત્ની તથા બાળકો હોવા છતાં પ્રેમિકા સાથે લગ્ન કર્યા બાદ ખુદને બંને પત્નીઓ વચ્ચે વહેંચી પરિવારનો માળો વિખાતા બચાવી લીધો. પતિ-પત્ની સાત જન્મોના સાથી માનવામાં આવે છે. એકવાર સાત ફેરા ફરી લે તો તે આવનારા સાત જન્મો સુધી બંનેનો સંબંધ બંધાઈ જાય છે. પરંતુ ઘણીવાર પતિ અને પત્ની વચ્ચે તાલમેલ ન બેસતા તેમની વાત છેક છૂટાછેડા સુધી પહોંચે છે. કોર્ટમાં અલગ-અલગ કારણોસાથે કપલ છૂટાછેડા માટે અરજી કરે છે. આ વચ્ચે ભોપાલમાં એક પતિએ વિચિત્ર કારણોસર છૂટાછેડાની માંગ કરી છે.

હકીકતમાં જોઈએ તો, તાજેતરમાં ફેમિલી કોર્ટમાં એક પતિના બે પત્નીઓ વચ્ચે રહેવાનો મામલો સામે આવ્યા બાદ પરિવાર પરામર્શ કેન્દ્રના અધિકારી દિલીપ કુમાર સાથે વાતચીત કરી. તો તેમણે જણાવ્યું કે, “એક કિસ્સો આવ્યો છે, જેમાં પહેલી પત્ની દ્વારા એવું કહેવાય છે કે, તેમના લગ્ન ૭ વર્ષ પહેલા થયા હતા અને પહેલી પત્નીને બે મોટા છોકરા પણ છે.” તો વળી પતિએ પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા. જેના બાદ દિવસ બાદ પહેલી પત્ની સાથે માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું.” તેથી પહેલી પત્નીએ પોતાના હકની લડાઈને લઈને પૂર્ણિયા ફેમિલી કોર્ટમાં અરજી આપી અને ન્યાય માગ્યો. પરિવાર પરામર્શ કેન્દ્રના સભ્ય દિલીપ કુમાર જણાવે છે કે, બંને પત્નીની જવાબદારી પતિએ ઉઠાવી લીધી છે. પતિને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે અને તેણે પત્નીઓ અને બાળકોની વચ્ચે કોર્ટમાં ખુદના ભાગલા પાડી દીધા છે. પરિવારના સભ્યોની સામે તેણે બાળકોના ઉછેર માટે તથા ભણતરનો ખર્ચો ઉઠાવવાનું વચન આપ્યું છે. તથા પત્નીમાં તેણે અઠવાડિયાના ૪ દિવસ પહેલી પત્ની અને બાકીના 3 દિવસ બીજી પત્નીને સમય આપવાનું નક્કી કર્યું છે. બાદમાં રાજીખુશીથી આખો પરિવાર ઘરે ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *