કાકા, બાપા, દાદા, ફુવા, પછી ભત્રીજાએ પણ પવિત્ર મહાકુંભમાં છલાંગ લગાવી

Spread the love

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અને ગુજરાતીઓ માટે મહાકુંભમાં જવા જે વોલ્વો શરૂ કરી તે સરાહનીય કહી શકાય

 

 


માનવમિત્ર | ગાંધીનગર


 

રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ હવે મહાકુંભમાં ડૂબકી લગાવી છે, અગાઉ આપણા રાજ્યમાં નામાંકે તેવા કાકાથી પ્રચલિત અમિત શાહ, પીએમ એવા મોદીબાપા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દાદા, પછી ફુવા એવા સાંસદ પરસોત્તમ રૂપાલા, બળવંતસિંહ રાજપૂત થી લઈને અનેક નેતાઓ ડૂબકી લગાવી પણ બાકી રહી ગયા હતા, તે ભત્રીજાએ પણ આસ્થાની ડૂબકી પવિત્ર મહાકુંભમાં લગાવી હતી. પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભમેળામાં કરોડો ભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી છે, ત્યારે હવે ગુજરાતના ગૃહ રાજયમંત્રી હર્ષ સંધવીએ પણ પ્રયાગરાજના મહાકુંભમાં સ્નાન કર્યું છે.૧૩ જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભને લગભગ ૧ મહિનાથી વધુ સમય થવા આવ્યો છે અને અત્યાર સુધીમાં કરોડો લોકો સ્નાન કરી ચૂક્યા છે અને હજુ લખો લોકો સ્નાન કરવા ઉમટી રહ્યા છે.

ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવી છેગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રયાગરાજના મહાકુંભમાં સ્નાન કર્યું છે. હર્ષ સંઘવીએ સંત, સેવા અને સ્નાનનો મહિમા ધરાવતા સત્તુઆ બાબા સેવા શિબિરની મુલાકાત લીધી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી લખ્યું છે કે, ‘શ્રદ્ધા, ભક્તિ અને સનાતનનો સંગમ – મહાકુંભ! પવિત્ર પ્રયાગરાજ મહાકુંભમાં સંત, સેવા અને સ્નાનનો મહિમા ધરાવતા શ્રી સત્તુઓ બાબા સેવા શિબિરની મુલાકાત લઈને શ્રીમદ્ જગતગુરુ વિષ્ણુ સ્વામી શ્રી સંતોષદાસજી મહારાજ સત્તુઆ બાબા. ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા‘વધુમાં હર્ષ સંઘવી લખ્યું કે, ‘પ્રસાદ ભંડારામાંથી દરરોજ ઘણા ભક્તો પ્રસાદ મેળવે છે, આ ખરેખર સેવાનું એક અહુત ઉદાહરણ છે’. અત્રે જણાવીએ કે, આસ્થાની ડૂબકી લગાવવા લોકો મહાકુંભમાં ઉમટી પડ્યા છે લાખો લોકો આસ્થાની ડૂબકી લગાવી પવિત્રતાની અનુભૂતિ કરી રહ્યાં છે. ત્યારે રાજ્યના ગૃહ મંત્રીપણ મહાકુંભમાં પહોંચ્યા હતાં

 


દિવસે દાદા દોડાવે, રાત્રે કાકા દોડાવે, ત્યારે મહાકુંભમાં સ્નાન કરવા છેલ્લે ભત્રીજાનો નંબર આવ્યો ખરો. બાકી કામ એટલું રહે છે કે નાવાના પણ નથી રહેવાતું, ત્યારે મહાકુંભમાં ગૃહમંત્રી સ્નાન કરી રહ્યા છે, ત્યારે હવે ટાઈમ મળ્યો લાગે છે, બાકી ગૃહમંત્રીએ અને દાદાએ પ્રયાગરાજ સુધી પ્રયાસ જે કર્યો તે સરાહનીય કહી શકાય, મોટા વાહનો લઈને જવું કરતાં વોલ્વો સરકારી વાહનને લોકોએ વખાણી, બાકી બોલતા હૈ, વો હી કરતા હૈ, અને કરી બતાવ્યું


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *