વસ્તી મુજબ અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર પેથાપુર ખાતે મંજૂર કરવા ધારાસભ્યની રજૂઆત
પેથાપુર
GJ-18 ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ને પત્ર પાઠવીને કરેલ દરખાતમાં છ યુપીએચસી પૈકી બે યુપીએસસી પેથાપુર અને કોબાની માંગણી કરેલ હતી, જે યુપીએસસીના સ્થળ ફેરફાર કરી પેથાપુરની જગ્યાએ સરગાસણ ટીપી ૯ અને કોબાની જગ્યાએ ધોળાકુવા કરવા તથા પેથાપુર અને કોબા સીએચસી મંજૂર કરવા ૨૬ ઓક્ટોબરના રોજ દરખાસ્ત કરી હતી GJ-18 મનપાની ૨૦૨૧ની અંદાજિત વસ્તી ૫,૧૪, ૩૫૮ છે, તે મુજબ નિયમ અનુસાર નોન મેટ્રો માટે ?૨,૫૦,૦૦૦ની વસ્તીએ એક સીએચસી સામૂહિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવાનું થાય, જે અંદાજિત વસ્તી હોવાથી બે CHC અને એક PHC મંજુર કરવા ૨૦૨૫૨૬ની નવી બાબત અંદાજપત્રમાં સમાવેશ કરવા ભલામણ કરી છે.