ભાજપ અગ્રણીએ કરેલ બદનક્ષીના કેસમાં કોર્ટની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ત્રણ નેતાઓ સામે ધરપકડ વોરંટ ઈસ્યૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સી.જે. ચાવડા અને અંગત મદદનીશ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજે રાજકોટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી. જોકે, જે ત્રણ નેતાઓ સામે ધરપકડ વોરન્ટ ઈશ્યુ કરાયો છે, તેમાંથી એક સીજે ચાવડા હવે ભાજપ સાથે છે. ભાજપ અગ્રણીએ કરેલ બદનક્ષીના કેસમાં કોર્ટની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 4 કોંગી આગેવાનો સામે ધરપકડ વોરંટ ઈસ્યૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સી.જે. ચાવડા અને અંગત મદદનીશ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજે રાજકોટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બદનક્ષી કેસમાં કોર્ટે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રેોસેસ ઈસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો હતો. હુકમ બાદ ઘણી મુદતો વીતી જતા આરોપી કોર્ટમાં હાજર થયા ન હતાં, તેથી ફરિયાદીએ આરોપીઓ વિરુદ્ધ વોરંટ ઈસ્યુ કરવાની અરજી આપી હતી.