દેશમાં “આપ” પાર્ટી દ્વારા ધીરે ધીરે ગુજરાતમાં પગ પેસારો કર્યો છે ત્યારે સુરતમાં ૨૭ સીટો સાથે બીજા નંબર 1 આ પાર્ટી આવી છે અને કોંગ્રેસનો ખાતું ખૂલ્યું નથી ત્યારે સુરતમાં ભાજપ દ્વારા મેયર અને અન્ય હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રહી છે ત્યારે આ પાર્ટી જ શિક્ષિત અને યુવા ચહેરા ઉપર વધારે ફોકસની વાતો હવે લાગવા માંડે છે ત્યારે આમ આદમી પાર્ટીએ નવા વિરોધ પક્ષના નેતાની વરણી કરી હતી. આમ આદમી પાર્ટીએ નવા વિરોધપક્ષના નેતા તરીકે ધર્મેશ ભંડેરીની નિમણુંક કરી હતી. આ વરણી બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા ધર્મેશ ભંડેરી ફક્ત 8મુ પાસ હોવાથી વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર લોકો રોષ ઠાલવી રહ્યા છે. જેમાં અલ્પેશ કથીરિયા દ્વારા પણ કોમેન્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત ધાર્મિક માલવિયા સહીત અનેક પાસના સભ્યો દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયામાં “શિક્ષિત પાર્ટીના અશિક્ષિત નેતા” એવી પોસ્ટ મુકવામાં આવતા પોસ્ટ થકી લોકો જવાબ માંગી રહ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શિક્ષિત ઉમેદવારોનો દાવો કર્યો હતો. પરંતુ પાર્ટીના નવા વિરોધપક્ષના નેતા ફક્ત ધોરણ 8 સુધી જ અભ્યાસ કરેલો છે એ માહિતી બહાર આવતા જ વિવાદ સર્જાયો. લોકોનું કહેવું છે કે, રાજનીતિમાં પરિવર્તનની વાત ખાલી ચૂંટણી વખતે મત મળે એથી આવી વાતો કરવામાં આવી પરંતુ બધા જ એક સરખા છે. એવી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીમાં પણ ભક્તો તૈયાર થઇ રહ્યા હોવાની પોસ્ટ પણ વાઇરલ થઇ છે. આથી લોકોએ વિરોધપક્ષ નેતાના માપદંડ જાહેર કરવા પણ માંગ કરવામાં આવી છે.