માનવમિત્ર । રાજકોટ
ગુજરાત રાજ્યના રાજકોટ ખાતે આજરોજ સમૂહ લગ્ન યોજાયા હતા, પણ સમૂહ લગ્નના આયોજકો ગાયબ થઈ જતા અનેક દીકરા દીકરીઓ ના લગ્ન લટકી ગયા હતા, અને મોટું સંકટ આવી જતા પોલીસ મેદાને ઉતરી હતી, ત્યારે પોલીસ દ્વારા દીકરીઓના લગ્નથી લઈને મામેરુ સુધી પોલીસે મદદ કરી હતી, પોલીસ મામા બની હતી, ત્યારે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજકોટ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા,
