ગુજરાતના અમદાવાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તા. 8 અને 9 એપ્રિલ ૨૦૨૫ના રોજ એઆઈસીસી અધિવેશન યોજશે :એઆઈસીસી જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલ

Spread the love

૮ એપ્રિલે વિસ્તૃત કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક સાથે શરૂ થશે, જે પછી ૯ એપ્રિલેના રોજ એઆઈસીસી પ્રતિનિધિઓની બેઠક યોજાશે

અમદાવાદ

એઆઈસીસી જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલે જણાવ્યું કે આ મહત્વપૂર્ણ બેઠકમાં દેશભરના એઆઈસીસી પ્રતિનિધિઓ એકત્રિત થશે, જ્યાં બંધારણ તેમજ તેની મૂલ્યો પર થતી સતત હિમમતભરેલી હુમલાઓ અને ભાજપની જનવિરોધી નીતિઓ અંગે ચર્ચા થશે અને પક્ષના આગામી કામગીરી અંગે માર્ગદર્શન નિર્ધારિત કરવામાં આવશે.

અધિવેશન ૮ એપ્રિલે વિસ્તૃત કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક સાથે શરૂ થશે, જે પછી ૯ એપ્રિલેના રોજ એઆઈસીસી પ્રતિનિધિઓની બેઠક યોજાશે. આ બંને બેઠકમાં માનનીય કોંગ્રેસ અધ્યક્ષશ્રી મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષતા કરશે. તેમજ કોંગ્રેસ સંસદીય પક્ષની અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીજી, લોકસભામાં વિરોધ પક્ષના નેતાશ્રી રાહુલ ગાંધીજી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને અન્ય એઆઈસીસી પ્રતિનિધિઓ હાજર રહેશે.આ એઆઈસીસી અધિવેશન બેલગાવીમાં યોજાયેલી વિસ્તૃત CWC બેઠક (નવા સત્યાગ્રહ બેઠક)માં અપાયેલ ઠરાવની ચાલુ પ્રકિયા તરીકે યોજાઈ રહ્યું છે, જે ૧૯૨૪માં મહાત્મા ગાંધી દ્વારા અધ્યક્ષપદ સંભાળવામાં આવેલા કોંગ્રેસ અધિવેશનની ૧૦૦મી વર્ષગાંઠની યાદમાં યોજાઈ હતી.

મહાત્મા ગાંધી, ડૉ. ભીમરાવ આંબેડકર અને ભારતીય બંધારણની વારસાને સાચવવાની, સંરક્ષણ કરવાની અને પ્રોત્સાહન આપવા માટેની તાત્કાલિક જરૂરિયાતને માન્યતા આપતાં, ૨૬ જાન્યુઆરી 2025 થી ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ વચ્ચે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એક વિશાળ રાષ્ટ્રીય જનજાગૃતિ અભિયાન “સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદયાત્રા” શરૂ કરશે. સાથે જ, મહાત્મા ગાંધીના જન્મસ્થાન ગુજરાતમાં એઆઈસીસી અધિવેશન યોજીને, અમે સત્ય, અહિંસા અને ન્યાયના તેમના આદર્શો પ્રત્યે આપણી પ્રતિબદ્ધતાને પુનઃપ્રસ્થાપિત કરીશું.

આ આવનારું અધિવેશન માત્ર મહત્વપૂર્ણ ચર્ચાઓ માટે એક મંચ તરીકે નહીં પણ સામાન્ય જનતાના પ્રશ્નો ઉકેલવા અને દેશ માટે મજબૂત વૈકલ્પિક દ્રષ્ટિકોણ રજૂ કરવા માટે કોંગ્રેસ પક્ષની સામૂહિક પ્રતિબદ્ધતાની પુષ્ટિ રૂપે પણ કાર્ય કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *