મુન્દ્રામાં અજાણ્યા વાહનની હડફેટે બે યુવકનાં કમકમાટીભર્યાં મોત થયા

Spread the love

 

 

મુન્દ્રા  (કચ્છ)

મોડીરાત્રે કચ્છના મુન્દ્રામાં હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે, જેમાં પોર્ટ રોડ પર અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતાં બે યુવકનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. એક મૃતક તો ત્રણ દિવસ પહેલાં જ પિતા બન્યો હતો. કચ્છના મુન્દ્રા પોલીસ દફ્તરે નોંધાયેલી વિગતો મુજબ, રાત્રિના આશરે 12 વાગ્યાના અરસામાં નગરના પોર્ટ રાસાસા પીર સર્કલ તરફના માર્ગે મીઠાની પુલિયા પાસે લાખાપર ગામના બાઇક સવાર સુરેશ કોલી (ઉં.વ.23) અને વિશાલ કોલી (ઉં.વ.23)ને અજાણ્યા વાહને ટક્કર મારતાં ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે જ તેમનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. બન્નેના મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.

બનાવના ફરિયાદી સુરેશ હરજી કોલીનો સંપર્ક કરતાં જાણવા મળ્યું કે તેમના નાના ભાઈ સુરેશના ઘરે ત્રણ દિવસ પહેલાં જ પુત્રનો જન્મ થયો છે. ચેન્નઈના કોચીમાં ક્રેન ઓપરેટરનું કામ કરતો ભાઈ વતન આવ્યો હતો. ગઈકાલ રાત્રે ત્રણ મિત્રો અને પોતે બે બાઇક પર હોટલમાં જમવા ગયા હતા. ત્યાંથી પરત ફરેલા મિત્રોએ રાહ જોયા બાદ તેમને ફોન લગાડ્યો હતો, પરંતુ ફોન પર સંપર્ક ના થતાં બને મિત્રો પરત ફર્યા હતા. ત્યારે ઘટનાસ્થળે પહોંચતાં લોકોની ભીડ વચ્ચે સુરેશ અને વિશાલને મૃત હાલતમાં જોયા હતા અને ઘટનાની જાણ કરી હતી. દરમિયાન આ મામલાની ગંભીરતા એ છે કે હતભાગી સુરેશનાં પત્નીને હજી સુધી આ દુર્ઘટનાની જાણ પણ કરાઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *