TET-TAT પાસ ઉમેદવારોએ સિવિલ બહાર ઉગ્ર આંદોલન કરતાં ઘર્ષણ થયું, સત્યાગ્રહ છાવણીએ ઉગ્ર આંદોલનનું એલાન કર્યું

Spread the love

 

 

ગાંધીનગર

ગુજરાતમાં TET-TAT પાસ ઉમેદવારોએ શિક્ષક ભરતીપ્રક્રિયાને લઈને આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ઉગ્ર આંદોલનનું એલાન કર્યું હતું. આજે મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર સિવિલની બહાર ભેગા થયા હતા, જેઓ સત્યાગ્રહ છાવણીએ ઊમટે એ પહેલાં પોલીસે અટકાયત કરતાં ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણનાં દૃશ્યો સર્જાયાં હતાં. પોલીસે અઢીસોથી વધુ ઉમેદવારોની ટિંગાટોળી કરી અટકાયત કરી છે.

ઉમેદવારોની મુખ્ય માગણીઓમાં શિક્ષણ સહાયક (9થી12)નું PML અને DV શિડ્યૂલ જાહેર કરવાનો સમાવેશ થાય છે. ધોરણ 1થી 8 વિદ્યા સહાયકમાં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓની યાદી જાહેર કરવાની માગ છે.

આ ઉપરાંત, 5700 જૂના શિક્ષક અને 1200 આચાર્યની બદલી બાદ ખાલી પડનારી જગ્યાઓ વર્તમાન ભરતીમાં ઉમેરવાની માગણી છે. ગત વર્ષે મંજૂર થયેલા 2750 વિદ્યા સહાયકની જગ્યાઓ પણ વર્તમાન ભરતીમાં સામેલ કરવા માગ કરાઈ છે. ઉમેદવારોની પાંચમી મુખ્ય માગણી ઉનાળુ વેકેશન પહેલાં સંપૂર્ણ ભરતીપ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂકપત્રો આપવાની છે.

મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર સિવિલની બહાર ભેગા થયા હતા. જે સત્યાગ્રહ છાવણીએ ઉમટે એ પહેલાં પોલીસે અટકાયત કરતાં ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દૃશ્યો સર્જાયા હતા. પોલીસે અઢીસોથી વધુ ઉમેદવારોની ટીંગાટોળી કરી અટકાયત પોલીસ હેડ ક્વાટર્સ લઇ જવાયા છે.

TET-TAT પાસ ઉમેદવારોની મુખ્ય માગ

1) શિક્ષણ સહાયક (9થી12)નું PML અને DV શિડ્યૂલ પ્રસિદ્ધ કરો.

2) ધોરણ 1થી8 વિદ્યા સહાયકમાં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓનું લિસ્ટ જાહેર કરો.

3) અંદાજિત 5700 જૂના શિક્ષકો અને 1200 આચાર્યની બદલી કેમ્પના અંતે ખાલી પડતી જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયકમાં જગ્યા વધારા રૂપે સામેલ કરવામાં આવે.

4) ગત વર્ષે મંજૂર થયેલા 2750 વિદ્યા સહાયકને ચાલુ ભરતીમાં જગ્યા વધારા રૂપે સામેલ કરવામાં આવે.

5) ઉનાળુ વેકેશન પહેલાં શિક્ષક ભરતીની તબક્કાવાર સંપૂર્ણ ભરતીપ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્રો એનાયત કરવામાં આવે.

 

રાજ્યની પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકની ભરતી અંગેની કાર્યવાહીમાં ગુરુવારે વેબસાઈટ પર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું હતું. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધો.1થી 5 અને ધો.6થી 8 માટે ગુજરાતી તથા અન્ય માધ્યમની મળીને કુલ 13852 વિદ્યાસહાયકની ભરતી માટે 7 નવેમ્બરથી ઓનલાઈન અરજીની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
ઓનલાઈન અરજીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું છે. પ્રોવિઝનલ મેરિટ યાદીમાં ભૂલ જણાય તો 25 ફેબ્રઆરી સુધીમાં વાંધા અરજીની પ્રિન્ટ મેળવી 27 ફેબ્રુઆરી સુધીમાં વિગતો ભરીને જમા કરાવવાની રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઈનલ મેરિટ યાદી જાહેર કરાશે. રાજ્ય સરકારના આ લિસ્ટ બાદ ઉમેદવારોએ પોતાની પડતર માગણીઓને લઈ આંદોલનની જાહેરાત કરી છે.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com