
ગાંધીનગર
કલોલ તાલુકાના ભાદોલ ગામે આવેલા શ્રી ઉમિયાધામ ખાતે એક ભવ્ય સમારોહ યોજાયો. શ્રી ગજ્જર વિશ્વકર્મા પ્રગતિ મંડળ દ્વારા આયોજિત 45મા સમૂહલગ્નમાં ગજ્જર સુથાર છાસઠ ગોળ સમાજના 7 યુગલોએ લગ્નગ્રંથિથી જોડાયા. આ મંગલ પ્રસંગે મંડળના પ્રમુખ જગદીશભાઈ કુબેરદાર સુથાર, ઉપપ્રમુખ પ્રવિણભાઇ ડાહ્યાલાલ ગજ્જર અને મંત્રી રાજેશકુમાર રમણલાલ ગજ્જર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમાજના અગ્રણી દાતાઓએ પણ કાર્યક્રમની શોભા વધારી. સમારોહમાં નવદંપતીઓને સોના-ચાંદીના દાગીના અને ઘરવખરી ભેટમાં આપવામાં આવી. આયોજક સમિતિએ દાતાઓનું વિશેષ સન્માન કર્યું હતું. નવપરિણીત યુગલોને આશીર્વાદ આપવામાં આવ્યા અને તેમના નવા જીવનની શુભ શરૂઆત કરવામાં આવી.
