આરટીઆઈ તોડબાજોએ અધિકારીઓને ધમકી આપી,
બ્લેકમેલ કરતા હોવાની ચર્ચા ઘણા લોકોએ નોકરી છોડી દીધી, સુસાઇડ સુધી ઘટનાઓ બની
આરટીઆઈ એક્ટિવિસ્ટોમાં તોડબાજો વધ્યા, સીએમ, ગૃહમંત્રીના રડારમાં,
આરટીઆઈ કરનારાઓની તમામ માહિતી, ધ્યેય, છણાવટથી તપાસની માંગ
આરટીઆઇના આડમાં ખંડણીખોરીના ગોરખધંધા કરતા તત્ત્વો પર શહેર પોલીસની ગાજ વરસી રહી છે. અગાઉ ૧૭ ગુના નોંધી એક્ટિવિસ્ટ્સને સાણસામાં લીધા બાદ વધુ બે ગુના નોંધી પોલીસે સપાટો બોલાવ્યો છે. આગામી દિવસોમાં શહેરના અન્ય પોલીસ મથકોમાં ગુના દાખલ થાય તેવી વકી છે. ૩૦૦ જેટલા આસ્ટીઆઈ કરનારાઓનું લિસ્ટ તૈયાર થઈ ચૂકયું છે. જેના પર એસઓજી ખંડણીખોરોનું નામ અલગ કરીને કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
અધિકારી કર્મચારીઓ પાસેથી ખંડણી ઉઘરાવતા હોવાની ચર્ચા
આરટીઆઈ કરીને અધિકારી કર્મચારીઓને બાનમાં લઈને તમામ માહિતી મેળવ્યા બાદ બ્લેકમેલ કરતાં હોવાની ચર્ચા અવિકારી કર્મચારીમાં ચાલતા ડબાના કારણે અધિકારીઓ પાસેથી બેસીને માહિતી મેળવીને આરટીઆઈ કરીને દબાવી રહ્યા છે. તમામ શાખાઓમાં બાજ નજર રાખતા અને મહાનગરપાલિકાને અગ્ન બનાવી દીધો છે.
અધિકારીની બદલી થાય તો તે જગ્યાએ આવવા બીજા અધિકારીની સોપારી
અધિકારીને બદલી થાય તો આર.ટી.આઈ કરીને જે તે જિલ્લા તાલુકામાંથી આવ્યા હોય તેની માહિતી મેળવીને ડરાવવાનો ધમકાવવાનો પ્રયાસ સ્ટાફ અત્યારે આર.ટી.આઈ તોડબાજોથી ત્રસ્ત અનુભવી રહ્યો છે, જેમાં એ પણ જાણવા મળ્યું કે નાના કર્મચારીઓને પણ દબડાવતા હોવાની ચર્ચા
દરેક ડિપાર્ટમેન્ટમાં આર.ટી.આઈ તોડ બાજુથી ત્રસ્ત બન્યું
ગુજરાત રાજ્યના અનેક ડિપાર્ટમેન્ટમાં આરટીઆઇ માહિતી મેળવનારામાં ઘણા એવા તોડબાજો ઘુસી ગયા છે, જે સાચા છે, જે માહિતીથી અનેકને ન્યાય અપાવે છે, તે કરતા તોડબાજોઓની સંખ્યા વધી ગઈ છે, આખો દિવસ સવારથી મહાનગરપાલિકામાં જમાવીને તોડપાલીના નવા-નવા દાવ પેજ અજમાવવાના નુરકા ચાલતા રહ્યા છે.
સુરત ખાતે ૧૦૦ જેટલા લેવા નું લિસ્ટ સાથે તપાસ શરૂ
આર.ટી.આઈ એક બે નહીં પણ ચોક્કાબંધ કરતાં આવા તત્વો સામે હવે પોલીસ કડક બની છે ત્યારે ગુજરાતના અનેક જિલ્લામાં આ સડો પેસી ગયો છે, મુખ્યમંત્રી, ગૃહમંત્રી સુધી કરિયાદો થતા હવે આર.ટી.આઈ કરનારા અનેક તત્વો સામે જે તોડબાજો છે, તેની ઝીણવટભરી માહિતી મેળવીને હવે આવનારા દિવસોમાં તોડબાજોઓને ઉઠાવે તો નવાઈ નહીં
મોંઘીદાટ ગાટી, બ્રાન્ડેડ કપડા, મોંઘો મોબાઇલથી વટ પાડીને કોન્ટ્રાક્ટર અધિકારી, કર્મચારીને આજી દે છે
આખો દિવસ ચા ની કીટલી બ્રાંચોમાં ફરીને બાન્યમાં ભેસી રહેતા હોવાની અનેક માહિતી લીક થતી હોય છે. સુરત પલાસ્પેન્ડ કરાવવાની ધમકી આપતા આવા તત્વો સામે અનેક આરટીઆઇ કરવાવાળા અને બીજાના નામથી આઈટીઆઈ કરવાની તથા બીજા નવા નામો સાથે આરટીઆઈ કરવાનું પણ સામે આવ્યું છે. બાકી તપાસમાં નામ અનેકના બહાર આવી જશે અને મુખ્ય સૂત્રધાર કોણ હશે તે પણ બધું બહાર આવશે. RTI કરવા નવા પોપટીયાઓ પણ શોષીને RTI કરાવે, બાકી મુખ્ય સુત્રધાર પોતે જ હોય,
ખંડણીખોરોની યાદી સાથે ગાંધીનગર સુધી ફરિયાદ
મળતી વિગતો પ્રમાણે સુરત શહેરમાં આરટીઆઈની આડમાં ખેડલીખોરીનું ન્યૂસન્સ છેલ્લા ઘણા સમયથી ફૂલ્યું ફાલ્યું છે. બાંધકામ મામલે પાલિકામાં અરજી કરી બિલ્ડરો તથા અધિકારીઓનું નાક દબાવી પોતાનું પાર્યું કરાવી લેના તત્ત્વોથી સૌ કોઈ ત્રાસી ગયા હતા. સામાન્ય પ્રજાની મિલકત બાબતે પણ અરજી કરી ખંડણી ઉઘરાવવાના બનાવો વધી ગયા હતા. કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટ્સ દ્વારા શરૂ કરાયેલી આ હાટડી મામલે ભારે ઊહાપોહ મચ્યા બાદ પારાસભ્ય અરવિદ રાણાએ ખંડણીખોરોની યાદી સાથે ગાંધીનગર સુધી ફરિયાદ કરી હતી.
ડરવાને બદલે હિંમતભેર ફરિયાદ નોંધાવવા પણ અપીલ
બીજી તરફ પોલીસે ખંડણીખોરો સામે શરૂ કરેલા આ અભિયાનથી શહેરમાં સોપો પડી ગયો છે. આગામી જવસોમાં પાલિકાના અન્ય ઝોનમાં તરખાટ મચાવતા ખંડણીખોરો પર પણ તવાઈ આવવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. આ મામલે ૩૦૦ જેટલા આરટીઆઈ એક્ટિવિસ્ટોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાંથી ખંડણીખોર કેટલા હતા તેમના વિરુદ્ધ આગામી સમયમાં કેસ દાખલ થાય તેવી શકયતા છે. પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓરને આવા ખંડણીખોરોથી કરવાને બદલે હિંમતભેર ફરિયાદ નોંધાવવા પણ અપીલ કરી છે.
ગાંધીનગર
ગુજરાતના ચાર જેટલા ધારાસભ્યોએ આરટીઆઈ એક્ટિવિસ્ટ જેમાં તોડબાજો કરતા અને અધિકારીથી લઈને અરજદારો બિલ્ડરોને હેરાન કરીને બ્લેકમેઈલ કરતા તત્વો સામે સુરત એસઓજી પોલીસે ૧૭ જેટલા ઈસમો એવા પત્રકારના સ્વાંગમાં Ō કરીને તોડબાજી કરતા તત્વો સામે ગુનો દાખલ કર્યા છે, મોટા ભાગની મહાનગરપાલિકાઓમાં આ કિસ્સા જોવા મળી રહ્યા છે, ત્યારે અધિકારીઓ કર્મચારીઓ ત્રસ્ત થઈ ગયા છે, આખો દિવસ મહાનગરપાલિકાને અડ્ડો બનાવી દીધું છે, સિન્ડિકેટ બનાવીને ખોફ ફેલાવે છે, ૨૦ થી ૨૫ લાખની નંબર વગરની ગાડીઓ અને કાળા કાચ રાખવાના, મોંઘાદાંટ મોબાઈલ રાખીને વટ મારવાનો, હવે તે જે બિલો મહાનગરપાલિકામાંથી નીકળે તેમાં ૦.૧૦ ટકા કમિશન તોડબાજો માંગી રહ્યા છે, સુરતમાં ૧૦૦ જેટલા લે ભાગુઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, અને મહાનગરપાલિકામાં કેટલી આરટીઆઈ થઈ તે તમામનું લિસ્ટની યાદી આરટીઆઈ એકિટવિસ્ટનું તૈયાર કરવામાં આવ્યું છે, અને બધી અંડર ગ્રાઉન્ડ તપાસ ચાલુ થઈ ગઈ છે,
અમદાવાદ, ગાંધીનગર, જામનગર, રાજકોટ, વડોદરાની સ્થિતિ પણ આવી જ છે, ત્યારે આ બધી જગ્યાએ સિન્ડિકેટ બનાવીને ખોફ ફેલાવીને મોટા તોડબાજો સક્રિય થયા છે, હા, કેન્દ્ર સરકારે જે કાયદો લાવ્યા તેમાં અરજદારને માહિતી જોઈતી હોય તો સરળતાથી મળી રહે પણ જે માહિતીની જરૂરીયાત જ ન હોય તે માહિતી મેળવીને તોડબાજો કરનારી ગેન સક્રિય થતાં સરકાર પણ હચમચી ગઈ છે, ચાર જેટલા ધારાસભ્ય પોતે આ મુદ્દે ફરિયાદ કરી છે, બાકી આરટીઆઈ કરવામાં ધારાસભ્યને પણ છોડયા નથી, અને ધારાસભ્યના વહીવટદારો પાસે નાણા માંગવાની હિંમત કરી છે, આરટીઆઈ એટલે ભ્રષ્ટાચાર અટકે અને માહિતી કોઈ પણ અરજદારને મળે તો તેને નિયમોનું જ્ઞાન થાય, ત્યારે અહીંયા તોડબાજોએ તરખાટ મચાવ્યો છે, હા. ઘણા આરટીઆઈ એક્ટિવિસ્ટો છે જે સંસ્થા ચલાવે છે. અને અનેક પીડિતો માટે લડી રહ્યા છે. તેમને ન્યાય મળે તે હેતુથી આરટીઆઈનો કાયદો લોકો માટે લાભ કરતાં સાબિત થયો છે, પણ અહીંયા તોડબાજોની ટોળકી ઘૂસીને નાણાં બ્લેકમેલ કરીને અધિકારીઓ કર્મચારીઓને દબડાવી રહી છે, ઘણા જ અધિકારીઓ કર્મચારીઓ આ આરટીઆઇના કાયદાથી ત્રસ્ત થઈ ગયા છે, જેમાં ઘણાએ તો બ્લેકમેલરોના ત્રાસથી આપધાત કરવા સુધીના પગલા લીધા છે, કર્મચારીઓ પણ નોકરી આ આર.ટી.આઈ ના બોગસ જે તોડબાજો છે, તેમને મનપા પર કબજો જમાવ્યો હોય, તેમ આખો દિવસ નોકરી ત્યાં ના કરતા હોય અને કોન્ટ્રાક્ટરો ચેક લેવા આવે તે રડાર રાખતા હોય છે, આરટીઆઈની આડમાં ખંડણી વસૂલાત કે વસૂલનારા પર કાયદાનો શકંજો સુરત એસઓજી દ્વારા કશ્યો છે, હવે ગુજરાતના અનેક શહેરોમાં ફરિયાદો ઉઠવા પામી છે, બિલ્ડરો, કોન્ટ્રાક્ટરોથી લઈને અનેક પીડિતોને આર.ટી.આઈનો ખોફ બતાવીને રોફ મારતા આવા આરટીઆઇ પોપટિયાઓ જે તોડપાણી કરે છે, તેમની સામે હવે જેટલી આરટીઆઈ થવા પામી તેની સરકારે વિગતો મેળવીને ઝીણવટભરી તપાસ આદરવાની જરૂર હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે, સરકાર દ્વારા દરેક મહાનગરપાલિકામાં આરટીઆઇ કરનારા લોકોનું લિસ્ટ બનાવીને તેની તપાસ ઉચ્ચ કક્ષાએ સોંપવામાં પણ આદેશ આપ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે,



