“પોલીસે સાયબર ટેરરીઝમની કાર્યવાહી કરી છે, અન્ય રાજ્યોમાં અન્ય સરકારો હતી પણ આરોપીઓ છૂટી જતાં હતા” :
રાજકોટ CCTV કાંડમાં ગૃહમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનો જવાબ
રાજકોટ
રાજકોટ CCTV કાંડમાં ગૃહમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનો જવાબ, સરકાર નિર્દોષ લોકોને પકડીને ફાઈલ ક્લોઝ કરવાનું કામ નથી કરતી, ઋષિકેશ પટેલે કહ્યું, અંગત તપાસ થતી હોય ત્યાં સીસીટીવી ન રાખવા સરકારે સૂચના આપી છે. વિધાનસભા ગૃહમાં આજે રાજકોટ સીસીટીવી કાંડનું મુદ્દો ગુંજ્યો હતો. આજે રાજકોટ સીસીટીવી કાંડ પર ગૃહમાં સરકારે જવાબ આપ્યો છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, ટેકનોલોજીના ફાયદા સાથે નુકશાન પણ છે તે લોકો સમજે, મીડિયા અને સાયબર ક્રાઈમ પોલીસને અભિનંદન આપું છું. તેમણે ઉમેર્યું કે, રાજકોટ પોલીસે જાણકારી મેળવ્યા બાદ કાર્યવાહી શરૂ કરી, અનેક લોકોએ આરોપ પ્રત્યારોપ કર્યા. આ સાથે તેમણે કહ્યું કે, લીસ સરળ રસ્તો હતો કે ડોક્ટર સામે કાર્યવાહી કરી શકે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, નિર્દોષ વ્યક્તિને પકડી ફાઈલ ક્લોઝ કરવાનું કામ સરકાર નથી કરતી. સાયબર ક્રાઈમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા વીડિયો અને બેંકની માહિતીના આધારે તપાસ શરૂ કરાઇ છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, ત્રણ આરોપીને 48 કલાકમાં ગુજરાત લવાયા છે. ટેક્નોલોજીની ખામીનો લાભ લોકો ઉઠાવે છે. સંઘવીએ કહ્યું કે, ગુજરાત પોલીસ સાયબર ટેરરીઝમની કલમ લાગી કાર્યવાહી કરી છે. આરોપીઓ આજીવન કેદમાં રહેશે. સંઘવીએ ઉમેર્યું કે, કાયદાની આંટીઘૂંટીમાં લોકો છૂટી જાય છે.
હર્ષ સંઘવીએ કહ્યું કે, પોલીસે સાયબર ટેરરીઝમની કાર્યવાહી કરી છે. અન્ય રાજ્યોમાં અન્ય સરકારો હતી પણ આરોપીઓ છૂટી જતાં હતા. રાજકોટના કેસને લઈ હર્ષ સંઘવીએ કહ્યું કે, પોલીસે આરોપીઓના 9 દિવસના રીમાન્ડ મેળવ્યા છે. તેમણે કહ્યું કે, રાજકોટ સીસીટીવી કાંડમાં સ્પેશિયલ પીપીની નિમણૂંક કરાશે. આ સાથે રોજબરોજ કેસ ચલાવવા ફાસસ્ટ્રેક કોર્ટ માટે પણ મંજૂરી માંગીશું.
