જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ મનમોહનની બેન્ચે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના આદેશને રદ કર્યો
‘બંધારણ હેઠળ વ્યક્તિની સ્વતંત્રતા એક અમૂલ્ય અધિકાર’, સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બંધારણ હેઠળ વ્યક્તિની સ્વતંત્રતા એક અમૂલ્ય અધિકાર છે. કોર્ટે એ વાતથી સાવધાન રહેવું જોઇએ કે આવી સ્વતંત્રતામાં સરળતાથી હસ્તક્ષેપ કરવામાં ન આવે.
હિમાચલ પ્રદેશ/નવીદિલ્હી
જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ મનમોહનની બેન્ચે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના 3 જાન્યુઆરીના આદેશને રદ કર્યો હતો જેમાં હત્યાના પ્રયાસના કેસમાં આરોપીને આપવામાં આવેલા જામીન રદ કરવામાં આવ્યા હતા. બેન્ચે કહ્યું કે પ્રથમ દ્રષ્ટિએ પણ એવા કોઈ પુરાવા નથી કે જેનાથી જાણવા મળે કે તેને તેની સ્વતંત્રતાથી વંચિત રાખવો જોઇએ. ખંડપીઠે કહ્યું હતું કે “એટલું કહેવું પૂરતું છે કે બંધારણ હેઠળ કોઇ વ્યક્તિની સ્વતંત્રતા તેનો અમૂલ્ય અધિકાર છે. તેથી અદાલતોએ એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે આવી સ્વતંત્રતામાં કોઇ પણ રીતે હસ્તક્ષેપ કરવો જોઇએ નહીં. અમે એ વાતથી સંતુષ્ટ છીએ કે હાઇકોર્ટ પાસે જામીન રદ્દ કરવાનું કોઇ માન્ય કારણ નહોતું કારણ કે એ વાતના કોઇ પુરાવા નથી કે જામીન આપ્યા પછી અપીલકર્તાનું વર્તન એવું હતું કે તેને તેની સ્વતંત્રતાથી વંચિત રાખવો જોઈએ. બેન્ચે કહ્યું હતું કે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો કે ધમકાવવાનો કે પુરાવા સાથે છેડછાડ કરવાનો કોઈ આરોપ નથી. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ટ્રાયલ મુલતવી રાખવા માટે વિલંબિત રણનીતિ અપનાવવામાં આવી હતી તે દર્શાવવા માટે કોઈ સામગ્રી નથી. 20 ફેબ્રુઆરીના રોજના તેના આદેશમાં બેન્ચે કહ્યું હતું કે, “જામીન આપ્યા પછી હાઈકોર્ટે અપીલકર્તાના કોઈપણ કૃત્યનો ઉલ્લેખ કર્યો નથી જેનાથી એવો અભિપ્રાય આવે કે અપીલકર્તાએ જામીનની કોઈપણ શરતોનું ઉલ્લંઘન કર્યું છે.” તેથી જો જામીન મંજૂર કરવામાં આવે તો તેને રદ કરવા જોઈએ.
