આજે અમદાવાદ શહેરની ૬૧૪ મી વર્ષગાંઠના દિને નગરદેવીશ્રી માં ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા નીકળી, મેયર સહિત અન્ય નેતાઓ દ્વારા રથનું સ્વાગત

Spread the love

ભદ્રકાળી માતાનાં મંદિરથી નીકળી માણેકચોક થઈ અ.મ્યુ.કો. દાણાપીઠ ઓફીસ થઈ જગન્નાથ મંદિર થઈ રીવરફ્રન્ટમાં થઈ મહાલક્ષ્મી મંદિર થઈ વસંત ચોક થઈ ભદ્ર મંદિર પરત આવી

સફાઈ કર્મીઓ દ્વારા અંદાજીત ૫ ટન જેટલો કચરાનો નિકાલ

અમદાવાદ

અમદાવાદ શહેરની ૬૧૪ મી વર્ષગાંઠના દિને નગરદેવીશ્રી માં ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રમાં નીકળ્યા હતા જે શ્રી ભદ્રકાળી માતાનાં મંદિરથી નીકળી માણેકચોક થઈ અ.મ્યુ.કો. દાણાપીઠ ઓફીસ થઈ જગન્નાથ મંદિર થઈ રીવરફ્રન્ટમાં થઈ મહાલક્ષ્મી મંદિર થઈ વસંત ચોક થઈ ભદ્ર મંદિર પરત આવ્યા હતા. જયાં રસ્તામાં ઘણી જગ્યાએ માતાજીના રથનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ જ્યારે માતાનો રથ અ.મ્યુ.કો. દાણાપીઠ ઓફીસ ખાતે પોહચ્યો હતો ત્યારે અમદાવાદ શહેરના માન. મેયરશ્રી પ્રતિભાબેન જૈન. સ્ટેડીંગ કમિટિ ચરેમેન શ્રી દેવાંગભાઇ દાણી, પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ અને અન્ય મહાનુભાવ દ્વારા શ્રી ભદ્રકાળી માતાજીના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને અમદાવાદ શહેરના વિકાસ અને સુખાકારી માટે નગરદેવીશ્રી માં ભદ્રકાળી માતાજીના આશીર્વાદ મેળવેલ હતા.

અમદાવાદ શહેરની સ્થાપના દિન તા.૨૬/૦૨/૨૦૨૫ના રોજ નગરદેવીશ્રી માં ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા અનુસંધાને માન. ડે. મ્યુ. કમિશ્નરશ્રી મધ્યઝોન અને આસી. મ્યુનિસિપલ કમિશ્નરશ્રી મધ્યઝોનના માર્ગદર્શન મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્યઝોનના સો.વે.મે. વિભાગ દ્વારા આ નગરયાત્રાના સમગ્રરૂટ પર આદર્શ સાફ સફાઈનું આયોજન કરવામાં આવેલ જે મુજબ છેલ્લા પાંચ દિવસથી લગભગ ૦૬.૨૫ કી.મી. જેટલા લાંબા રૂટ પર આદર્શ સાફ સફાઈ કરવામાં આવેલ તેમજ તા. ૨૫/૦૨/૨૦૨૫ તથા તા. ૨૬/૦૨/૨૦૨૫ ના રોજ સમગ્ર રૂટ પર ૧૨૫ જેટલા સફાઈકર્મીઓ દ્વારા આદર્શ સાફ સફાઈ કરવામાં આવેલ નગરયાત્રા પુર્ણ થયાના માત્ર એક કલાકમાં જ તમામ સફાઈકર્મીઓ દ્વારા સમગ્ર રૂટની સફાઈ કરવામાં આવેલ અને અંદાજીત ૫ ટન જેટલો કચરાનો નિકાલ કરવામાં આવેલ.

વધુમાં સોલીટ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સદર નગરયાત્રામાં જોડાયેલા વાહનો સાથે સ્વચ્છતા અંગે જનજાગ્રુતિ લાવવા માટે એક ટેબ્લો જોડવામાં આવેલ હતો અને માસ્કોટ પણ રાખવામાં આવેલ હતો અને સમ્રગરૂટ પર સ્વચ્છતા અને RRR (Reduce, Reuse & Recycle) થીમના ૨૧ જેટલા હોડીંગ્સ લગાવવામાં આવેલ હતા જેના દ્વારા લોકોને શહેરમાં સ્વચ્છતા જાળવવા પ્રતિબંધિત પ્લાસ્ટીક ન વાપરવા તેમજ પોતાનો કચરો અ.મ્યુ.કો. ની ડોર ટુ ડોરની ગાડીમાં જ નાખવા માટે અપીલ કરવામાં આવેલ હતી.

અમદાવાદ શહેરની ૬૧૪ મી વર્ષગાંઠનો ઇતિહાસ

26 ફેબ્રુઆરી 1411ના દિવસે અમદાવાદની સ્થાપના થઈ હતી. એક લોકવાયકા પ્રમાણે જ્યારે અહેમદશાહ અહીંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેણે એક સસલાને કુતરાની પાછળ પડેલું જોયું. સસલાની આ હિંમત જોઇને બાદશાહને આ ભૂમિમાં રહેલ તાકાતને સલામ કરવાનું મન થયું અને 26 ફેબ્રુઆરી 1411ના રોજ વિધિવત રીતે આ શહેરની સ્થાપના કરવામાં આવી. સૌ પ્રથમ બાદશાહે માણેક બુર્જની સ્થાપના કરી હોવાનો ઇતિહાસ ધબકી રહ્યો છે. અને એટલે જ દરેક સ્થાપના દિવસે માણેક બુર્જ પર ધજા ચડાવવામાં આવે છે.

આ દિવસે પરંપરા મુજબ માણેકબુરજની ધજા બદલી, પૂજા અર્ચના કરાશેય દર વર્ષે માણેકબુરજની ધજા બદલી ઉજવણી કરાય છે. 26મી ફેબ્રુઆરીએ 1411નાં રોજ અમદાવાદની સ્થાપના થઈ હતી. તેથી અમદાવાદના સ્થાપના દિવસે માણેકચોક ખાતે આવેલી માણેકનાથની સમાધી પર મેયર અને માણેકનાથજીના વંશજ દ્વારા પૂજા અને આરતી કરવામાં આવે છે. ધૂળિયાનગરમાંથી ધબકતું બનેલું અમદાવાદ નગરજનોના સપનાંની ઉડાનનું ફલક બન્યું છે..ત્યારે પરંપરા મુજબ દર વર્ષે માણેકબુરજની ધજા બદલી, પૂજા અર્ચના કરી અમદાવાદના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાબરમતીના કાઠે વસેલું અમદાવાદ આજે મેટ્રોસિટી બની ગયું છે. ત્યારે આપણા અમદાવાદે રમખાણો, ભૂકંપ જેવી ઘટનાઓ પણ જોઈ છે. પરંતુ તેમાથી બોધપાઠ લઈને ફરી બેઠું થયું છે આપણું અમદાવાદ. ત્યારે ગુજરાત અને દેશના વિકાસમાં આપણા અમદાવાદનો પણ સિંહફાળો રહ્યો છે.

શું રાણીનો હજીરો નૂરજહાંની કબર છે?

ના, બાદશાહ અહમદ શાહની મુખ્ય બેગમની કબર રાણીના હજીરા તરીકે ઓળખાય છે. 9 મહિના બાદ જહાંગીર સાથે નૂરજહાં દિલ્હી જવા રવાના થઈ ગઈ હતી જે પછી મુઘલ શહજાદાએ અમદાવાદના શાસનની બાગડોર સંભાળી હતી.

એક રાણીનું પણ અમદાવાદ પર રાજ

એક રાણીએ પણ અમદાવાદ પર રાજ કરેલું છે. આ રાણી એટલે બીજુ કોઈ નહીં પરંતુ હિંદુસ્તાનની સામ્રાજ્ઞી અને મુઘલ બાદશાહ જહાંગીરની મુખ્ય બેગમ નૂરજહાં. નૂરજહાંની, હિંદુસ્તાનાના બાદશાહની મુખ્ય બેગમ નૂરજહાં રુપરુપનો અંબાર હતી અને ‘અમદાવાદ વાસ’ દરમિયાન બાદશાહ જહાંગીર ધૂળથી ત્રાહિમામ પોકારી ગયાં અને આ સમયે તેમની સાથે રહેલી બેગમ નૂરજહાંએ અમદાવાદના શાસનની ધૂરા સંભાળી લીધી અને લગભગ 9 મહિના સુધી અમદાવાદ પર રાજ કર્યું.

એક જમાનમાં ધુળિયાબાદ તરીકે ઓળખાતું

1617મા અકબરના પુત્ર અને હિંદુસ્તાનના બાદશાહ બનેલા જહાંગીરની સવારી અમદાવાદ આવી હતી. લગભગ 9 મહિના સુધી જહાંગીર અમદાવાદમાં રહ્યો હતો, જહાંગીરે અમદાવાદની મજા તો ખૂબ લીધી પરંતુ તેને કોસવામાં પણ કંઈ બાકી રાખ્યું નહોતું. જહાંગીરના સમયમાં અમદાવાદના રસ્તા પર ધૂળ ગજબની હતી, ચારે તરફ ધૂળ જ ધૂળ ઉડતી હતી. આથી જહાંગીરને તેની સખત નફરત હતી. જહાગીરે અમદાવાદને ગર્દાબાદ (ગર્દ એટલે ધૂળ) સુદ્ધા કહી નાખ્યું હતું. જહાંગીરને કાંકરિયા ખૂબ ગમતું અને તે બેગમો સાથે મોટાભાગનો સમય અહીંજ ગાળતો હતો. આખા અમદાવાદમાં તેને એક કાંકરિયા જ પ્રિય હતું. આ દરમિયાન તેની મુખ્ય બેગમ નૂર જહાને અમદાવાદ પર રાજ કર્યું આ દરમિયાન જહાંગીર કાંકરિયામાં રહ્યો અને મોજ મજા કરતો રહ્યો. બાદશાહને કોઈ રસ ન રહેતાં નૂર જહાને 9 મહિના સુધી અમદાવાદ પર રાજ કર્યું હતું. જહાંગીર પોતાની હયાતીમાં લખેલા જહાગીરનામામાં આ વાતનો ઉલ્લેખ છે, તે ઉપરાંત પ્રસિદ્ધ અંગ્રેજી દૈનિક ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પણ તેનો ઉલ્લેખ છે. મીરાત અકબરી પુસ્તક અનુસાર, જહાંગીરે લખ્યું હતું કે આ શહેર ગર્દાબાદ છે, પણ હવે મારે તેને શું કહેવું? હું તેને શમુમીસ્તાન કે બીમારીસ્તાન કહું ! ઝકુમદાર (કાંટાનું શહેર) કહું કે ઝહન્નામાબાદ કહું. બાદશાહ જહાંગીર પહેલી વાર જ્યારે 1617માં અમદાવાદ આવ્યો ત્યારે તેની આજુબાજુ ધૂળના ઢગલે ઢગલે જોઈને ભારે કોપાયમાન થયો હતો અને તેણે અમદાવાદના ગર્દાબાદ (ગર્દ એટલે ધૂળ) એવું નામ આપી દીધું હતું. અમદાવાદ ધૂળિયું છે એવું સાબિત કરવા માટે જહાંગીર બે ઘેટા કપાવી નાખ્યાં હતા. એક ઘેટાની લાશ અમદાવાદમા અને બીજાની લાશ 100 કિલોમીટર દૂર મહમુદાબાદમાં ઝાડ પર લટકાવી દીધું હતું. જહાંગીરની વાત સાચી નીકળી. અમદાવાદમા જે ઘેટું લટકાવ્યું હતું તે 8 કલાકની અંદર તો સડવા લાગ્યું હતું જ્યારે બીજે ઠેકાણે લટકાવેલા ઘેટાને સડતાં 14 કલાક લાગ્યાં હતા.

અમદાવાદનો ભવ્ય ઈતિહાસ

• દંતકથા મુજબ જબ કુત્તે પે સસ્સા આયા તબ અહમદશાહને યે શહેર બસાયા

1411માં અમદાવાદ શહેરની સ્થાપના થઈ

• 1487માં મહમૂદ બેગડાએ અમદાવાદની ચોતરફ કોટ ચણાવ્યો

• કોટમાં 12 દરવાજા અને 189 પંચકોણી બુરજો છે

• ઈ.સ. 1553માં હુમાયુએ અમદાવાદ પર કબજો કર્યો

• મુઘલ રાજા અકબરે અમદાવાદને પાછું પોતાનું રાજ્ય બનાવ્યું

• કાપડની મિલના લીધે અમદાવાદ પૂર્વનું માંચેસ્ટર કહેવાતું

• 1960થી 1970 સુધી અમદાવાદ ગુજરાત રાજ્યનું પાટનગર રહ્યું

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com