ઔડા સીઈઓ દેવાંગ.પી.દેસાઈ
અમદાવાદ પુર્વ વિસ્તારના ૩૭.૦૦ કિ.મી. તથા પશ્ચિમ વિસ્તારના ૩૯.૨૫૪ કિ.મી. લંબાઈ ડેવલપ કરવા માટેના કુલ રૂ.૨૨૯૩.૦૦ કરોડના અંદાજ પત્રક તૈયાર
અમદાવાદ
ઔડા સીઈઓ દેવાંગ.પી.દેસાઈએ જણાવ્યું કે ઔડાના નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં વિવિધ માળખાકીય સુવિધા ઉભી કરવા રૂ.૨૨૩૧.૨૩ કરોડ ખર્ચના બજેટની જોગવાઈ કરવામાં આવેલ છે. જેની સામે રૂ ૨૩૬૬.૨૩ કરોડની આવકનું નિર્ધારણ કરવામાં આવેલ છે. આમ વર્ષના અંતે અંદાજીત રૂ.૧૩૫ કરોડની પુરાંત રહેશે.પ્રોજેક્ટ -૦૧ માં અમદાવાદ શહેરના પુર્વ વિસ્તારના ૩૭.૦૦ કિ.મી. તથા પેકેજ-૦૨ માં અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારના ૩૯.૨૫૪ કિ.મી. લંબાઈ ડેવલપ કરવા માટેના કુલ રૂ.૨૨૯૩.૦૦ (કરોડ) ના અંદાજ પત્રક તૈયાર કરવામાં આવેલ છે.
સરદાર પટેલ રીંગરોડના અપગ્રેડેશન માટે ૩૦૦ કરોડ,સિક્સ લેન અને સર્વિસ રોડ ત્રણ અને ચાર માર્ગીય
સરદાર પટેલ રીંગરોડના અપગ્રેડેશનની કામગીરી અંગે આગામી નાણાકીય વર્ષમાં રૂ.૩૦૦ કરોડના ખર્ચેની જોગવાઇ કરવામાં આવેલ છે.સરદાર પટેલ રીંગ રોડનો મુખ્ય કેરેજ વે જે હાલમાં ૪ (ચાર) માર્ગીય છે, તેને ૬ (છ) માર્ગીય કરવામાં આવશે. તથા હયાત સર્વિસ રોડ કે જે હાલમાં ૨ (બે) માર્ગીય છે, જેને ઉપલબ્ધ ROW મુજબ ૩ (ત્રણ) અને ૪ (ચાર) માર્ગીય કરવામાં આવશે.
સેટેલાઇટ સીટી સાણંદ ખાતેના વિકાસ કામો,મણીપુર-ગોધાવી ને મોડલ ટી.પી. સ્કીમ બનાવવાની કામગીરી :-
સેટેલાઈટ ટાઉનસિટી અન્વયે ઔડા હસ્તકના સાણંદ ગ્રોથ સેન્ટરમાં આવેલ ટી.પી.સ્કીમ નં.૧ થી ૧૦બી સુધીની ટી.પી.સ્કીમોમાં ઔડા દ્વારા પાયાની સુવિધા તેમજ ઈન્ફાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કરવાનું આયોજન હાથ ધરેલ છે. જેમાં વિવિધ ટી.પી.સ્કીમોના રોડના કામો, ગાર્ડન અને લેક ડેવલપમેન્ટ (ગ્રીન ઈન્ફાસ્ટ્રક્ચર) તથા સોશીયલ ઈન્ફ્રાસ્ટ્રકચર (લાયબ્રેરી, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સિવિક સેન્ટર, ઓડિટોરીયમ હોલ, જેવી સુવિધાના કામોનું આયોજન ઔડા દ્વારા હાથ ધરવામાં આવનાર છે.ઔડા દ્વારા મણીપુર-ગોધાવી ટી.પી.-૪૨૯ ને મોડલ ટી.પી. સ્કીમ બનાવવાની કામગીરીમાં મોડલ ટી.પી. સ્કીમના ઈન્ફાસ્ટ્રકચરને ધ્યાને લઈ, મોડલ ટી.પી. સ્કીમ અંતર્ગત રોડ ડેવલપમેન્ટ જેમાં સાયકલ ટ્રેક, ફુટપાથ, સ્ટ્રીટ લાઈટ જંકશન ડેવલપમેન્ટ ગેસ તથા ટેલીકોમ કેબલ નાંખવા અંગેની યુટીલીટી ડક્ટ, કર્બીગ ઉપરાંત ગ્રીન ઈન્ફાસ્ટ્રકચર જેવા કે, લેક ડેવલપમેન્ટ, પાર્ક-ગાર્ડન તેમજ અન્ય સોશિયલ અને ડીઝીટલ ઈન્ફ્રાસ્ટ્રકચરની કામગીરી ઔડા દ્વારા કરવાનું આયોજન હાથ ધરેલ છે.
નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના આવકના અંદાજો માં વિકાસ પરવાનગી અંગેની રૂ.૧૧૦.૬૬ કરોડ; ગુડા ફી-૨૦૨૨ની રૂ.૧૧ કરોડ અને ટાઉનશીપ અંગેની રૂ.૮.૧૧ કરોડ એમ કુલ રૂ.૧૨૯.૭૭ કરોડ આવક થશે.સરકારશ્રી તરફથી સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગ્રોથ સેન્ટરના વિકાસ માટે રૂ.૨૮૮.૪૭ કરોડ, એ.ડી.બી. પ્રોજેક્ટ અંગે રૂ.૯૦ કરોડ, રીંગ રોડના અપગ્રેડેશન માટે રૂ.૫૭,૭૫ કરોડ, જી.એમ.એફ.બી. તરફથી માળખાકીય સુવિધા માટે રૂ.૩૫ કરોડ, જેતલપુર તળાવના વિકાસ માટે રૂ.૭.૨૫ કરોડ, એફોર્ડેબલ મકાન માટે રૂ.૩૩.૭૬ કરોડ, જલ જીવન મિશન માટે રૂ.૧૭.૮૫ કરોડ મળી એમ કુલ રૂ.૫૩૦.૦૮ કરોડનું અનુદાન અને રીસ્ટોરેશનની આવક તથા વોટર જોડાણ ચાર્જ રૂપ કરોડ એમ મળીને કુલ રૂ.૫૩૫.૦૮ કરોડની અમલીકરણ અંગે ગ્રાન્ટ મળવાનો અંદાજ છે.સત્તામંડળ હસ્તકના પ્લોટો ના વેચાણના ૯૦૦ કરોડ, દુકાન વેચાણની આવકના ૫ કરોડ, એફોર્ડેબલ મકાનના લાભાર્થીઓનો હપ્તાની આવક રૂ.૩,૯૦ કરોડ એમ મળીને કુલ રૂ.૯૦૮.૯૦ કરોડ આવકનો અંદાજ છે.ઇન્ફાસ્ટ્રકચર ના સર્વાંગી વિકાસની કામગીરી માટે એશિયન ડેવલોપમેન્ટ બેંક પાસેથી લોન પ્રારંભિક તબક્કે વર્ષ ૨૦૨૫-૨૬ માટે રૂ.૬૩૦.૦૩ કરોડ લોન મળવાનો અંદાજ છે. સત્તામંડળની FD ના વ્યાજની આવક રૂ.૫૦ કરોડ સાથે કુલ મહેસુલી આવક રૂ.૮૨.૪૫ કરોડ થવાનો અંદાજ છે.ડીપોઝીટ અને એડવાન્સ પેટે રૂ.૮૦ કરોડની આવકનો અંદાજ છે.આમ, નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ રૂ.૨૩૬૬.૨૩ કરોડ આવક થવાનો અંદાજ છે.
એ.ડી.બી. પ્રોજેક્ટ અંતર્ગતના કામોમાં રૂ.૯૧૬ કરોડના ખર્ચે ADB પ્રોજેકટ હેઠળ સત્તામંડળ વિસ્તારમાં શેલા, ઘુમા, બોપલ ખાતે સ્ટ્રોમ વોટર લાઈન અને સરદાર પટેલ રીંગ રોડ ઉપર બાકરોલ, હાથીજણ, રસમોલ, પાંજરાપોળ, નિકોલ, દાસ્તાન, તપોવન, ઓગણજ, શિલજ અને સિંધુ ભવન જંકશન ઉપર ફ્લાય ઓવર બ્રીજ/અંડરપાસ બનાવવા અંગેના કામો ચાલુમાં છે.
રીંગ રોડ અપગ્રેડેશનની કામગીરી :-
ઔડા રીંગ રોડ ૬૦ મીટર પહોળાઇ અને ૭૬ કિમી ની લંબાઈ ધરાવે છે. રીંગ રોડ હાલમાં ઔડા હસ્તક હોઈ, સદર રીંગ રોડને ૪ (ચાર) માર્ગીય માંથી ૬ (છ) માર્ગીય કરવા અંગેની કામગીરી આગામી નાણાંકીય વર્ષમાં હાથ ધરવામાં આવનાર છે. સદર પ્રોજેક્ટને Hybrid Annuity Model (HAM) મોડલ આધારીત ર (બે) પેકેજમાં કામગીરી કરવાના અંદાજ પત્રક તૈયાર કરવામાં આવેલ છે. જેમાં નીચે મુજબની કામગીરીનો સમાવેશ કરવામાં આવનાર છે.
સાબરમતી નદી પરના ભાટ તથા કમોડ હયાત બ્રીજની બંન્ને બાજુ ૩ (ત્રણ) લેનના બ્રીજ બનાવવાનું તેમજ ભાટ. સર્કલ, ચિલોડા સર્કલ તથા અસલાલી સર્કલ પર થતા ટ્રાફીકના ભારણને ધ્યાને લઈને અંડરપાસ બનાવવાનું અને હયાત ત્રાગડ અંડરપાસની બન્ને બાજુ બીજા ર (બે) માર્ગીય અંડરપાસ તથા નિકોલ વિસ્તારના રીંગ રોડ પરના ભક્તિ સર્કલ પર વ્હીકલ અંન્ડરપાસ (VUP) બનાવવામાં આવશે.
• સમગ્ર રીંગ રોડ તથા ROW સહિતની જમીનના કેચમેન્ટ એરીયાને ધ્યાને રાખી, વરસાદી પાણીના નિકાલ અંગેની વ્યવસ્થા કરવામાં આવશે.
• સમગ્ર રીંગ રોડની આસપાસ વિકસી રહેલ ટી.પી.સ્કીમના રહેવાસીઓની અવર-જવર તથા રોડ ક્રોસીંગ અંગેની સલામતીના ભાગરૂપે રીંગ રોડ પર ફુટ ઓવર બ્રીજ બનાવવામાં આવશે. જેથી માર્ગ સલામતીને ધ્યાને લઈ અકસ્માત નિવારી શકાય.
રસ્તાઓનું નિર્માણ :-
ઔડા હસ્તકની વિવિધ ટી.પી.સ્કીમમાં તેમજ ઔડાના ગ્રોથ સેન્ટર જેવા કે કલોલ, સાણંદ, મહેમદાવાદ, દહેગામ, બારેજામાં નવારોડ બનાવવા માટે આગામી નાણાકીય વર્ષમાં રૂ.૨૫૦ કરોડના ખર્ચેની જોગવાઈ કરેલ છે. વધુમાં, હથાત રોડની જાળવણી તથા નિભાવણી માટે રૂ.૧૨ કરોડની જોગવાઈ કરેલ છે.
ડ્રેનેજ નેટવર્ક અને STP ના કામો :–
ઔડાના પશ્ચિમ વિસ્તાર જેવા કે, ખોડીયાર, લીલાપુર, જાસપુરમાં અને મણીપુર, સાણંદ તથા પૂર્વ વિસ્તારમાં આગામી વર્ષમાં ડ્રેનેજ નેટવર્ક અને S.T.P બનાવવા અંગે રૂ.૨૦૦ કરોડના ખર્ચેની જોગવાઈ કરવામાં આવેલ છે.
સ્ટોર્મ વોટર નેટવર્ક ના કામો :-
જાસપુર, લીલાપુર, ખોડીયારમાં સ્ટોર્મ વોટર નેટવર્ક માટે આગામી નાણાકીય વર્ષમાં રૂ.૧૦ કરોડની જોગવાઈ કરેલ છે.
બાયોરેમિડિયન્સના કામો:-
શાંતીપુરા ચોકડી પર ભરાયેલ પાણી (Wetland), સનાથલ તળાવ, નાંદોલી તળાવ, ગઢીયા તળાવ માટે બાયોરેમિડિયન્સની કામગીરી માટે આગામી નાણાકીય વર્ષમાં રૂ.પ કરોડની જોગવાઈ કરેલ છે.
બ્રીજ અંગેના કામો :-
બ્રીજના હાલ ચાલુ કામગીરીના આયોજન માટે કુલ રૂ.૮૧.૫૦ કરોડની જોગવાઈ કરેલ છે.
જલ જીવન મિશન અંતર્ગત કામો :-
જલ જીવન મિશન અંતર્ગત તેલાવ હેડવર્કસ, જાસપુર હેડવર્કસ, બડોદરા હેડવર્કસ અને કડાદરા હેડવર્કસ અંતર્ગત ઔડા હસ્તકને ૫૫(પંચાવન) ગામો માટે પીવા માટેનું પાણી પુરું પાડવા ટ્રેક મેઈન લાઈન, અંડરગ્રાઉન્ડ સમ્પ, પંપ હાઉસ તથા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી અંગેના ચાલુ કામ અંગે રૂ.૬૦ કરોડના ખર્ચની જોગવાઇ કરવામાં આવેલ છે.
વોટર સપ્લાયના કામો :-
શેલા, મણીપુર, તથા સાણંદ ખાતે વોટર સપ્લાયના ચાલુ કામો અંગે રૂ.૫૦ કરોડના ખર્ચની જોગવાઇ કરવામાં આવેલ છે.
એફોર્ડેબલ હાઉસીંગનું નિર્માણ :-
ઔડાની ખોડીયાર ખાતેની ટી.પી.સ્કીમ નં-૬૧ના એક.પી.નં.૧૧૦માં કુલ-૨૬૮ યુનિટનું LIG-2 પ્રકારના નવીન આવાસોના બાંધકામ માટે તેમજ સાણંદ ખાતે EWS પ્રકારના પ્રગતિ હેઠળના આવાસોનું પૂર્ણ કરવા રૂ.૫૫ કરોડની આગામી નાણાકીય વર્ષમાં જોગવાઈ કરેલ છે.
વધુમાં, હાઉસીંગ – રીડેવલોપમેન્ટ અને એફોર્ડેબલ રેન્ટલ હાઉસીંગ સ્કીમના કામો માટે આગામી નાણાકીય વર્ષમાં રૂ.૩.૦૦ કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવેલ છે.
તળાવ અને બગીચાઓના વિકાસના કામો :-
ઔડા હસ્તકના વિસ્તારોમાં આવેલ ઉનાવા, ખોડીયાર, લપકામણ, નાદેજ, તાજપુર, લીલાપુર ગામ ખાતે હયાત તળાવના રિ-ડેવલોપમેન્ટ અને બ્યુટીફીકેશન તથા પ્રગતિ હેઠળના ગઢીયા તળાવ અને જેતલપુર તળાવની પ્રગતિ હેઠળની કામગીરી પણ પૂર્ણ કરવા આગામી નાણાકીય વર્ષમાં રૂ.૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
– સદ્દભાવના ગ્રામોત્થાન ફંડ :-
સદભાવના ગ્રામોત્થાન ફંડ હેઠળ આગામી નાણાકીય વર્ષમાં ઔડા હેઠળના ૧૫૯ ગામોમાં પાણીની લાઈનો, ખૂટતી ગટરલાઈનો, ધોબીઘાટ, સંરક્ષણ દિવાલ, મિલનકેન્દ્ર, સ્મશાનના વિકાસ સ્ટ્રીટ લાઈટ, વિગેરે માટે રૂ.૩૨.૦૫ કરોડની ફાળવણીનું આયોજન કરેલ છે.
લાયબ્રેરી બિલ્ડીંગના કામો :-
મેમનગર ટી.પી.સ્કીમ નં.-૧માં ઔડા હસ્તકના એફ.પી.નં.૨૯૨માં નવા લાયબેરી બિલ્ડીંગની પ્રગતિ હેઠળની કામગીરી તથા સાણંદ, કલોલ તેમજ ઔડાના અન્ય વિસ્તારોમાં નવીન લાયબેરીના બાંધકામના આયોજન માટે આગામી નાણાકીય વર્ષમાં રૂ.૩ કરોડના ખર્ચેની જોગવાઈ કરેલ છે.
-ઔડા ભવન તથા ઔડા પ્લોટોનો વિકાસ :-
રૂ.૧૦ કરોડના ખર્ચે ઔડા ભવનના નિર્માણનું આયોજન, રૂ.૧૫ કરોડના ખર્ચે ઔડાના પ્લોટોને સુરક્ષિત કરવાના કામોનું આયોજન કરવામાં આવેલ છે.
> સ્ટ્રીટ લાઈટના કામો :-
રૂ.૩ કરોડના ખર્ચે ઔડા હસ્તકની વિવિધ ટી.પી.સ્કીમોના રસ્તાઓ પર લોકોના સુખાકારી અને આંતરમાળખાકીય સુવિધાઓના ભાગરૂપે સ્ટ્રીટ લાઈટની કામગીરીના પ્રગતિ હેઠળના કામોનું આયોજન કરવામાં આવેલ છે.
વૃક્ષ રોપણી અને નિભાવણી ખર્ચ :-
ઔડા વિસ્તારમાં આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬માં વૃક્ષ રોપણી અને નિભાવણી પેટે રૂ.૭ કરોડ ખર્ચ થવાનો અંદાજ છે.
–બાયો ડાયવર્સીટી પાર્કનું નિર્માણ :-
જમીનમાં થતા વાતાવરણમાં ભેજ ટકાવી રાખવા, ડસ્ટ પ્રદૂષણમાં ઘટાડો થાય તેમજ વૈવિધ્યસભર જૈવિક સૃષ્ટીમાં વૃક્ષો અને પ્રાણીઓના જતન માટે સ્વસ્થ વાતાવરણ ઉભું કરવાના હેતુ માટે “બાયો ડાયવર્સીટી- પાર્કના નિર્માણ માટે રૂ.૨.૫૦ કરોડના ખર્ચની જોગવાઈ કરેલ છે.
તૃતીય પુનરાવર્તીત વિકાસ યોજના વર્ષ-૨૦૪૧ :-
ઔડા ખાતે તૃતીય પુનરાવર્તીત વિકાસ યોજના વર્ષ-૨૦૪૧ અંગે રૂ.પ કરોડની જોગવાઈ કરેલ છે. જેમાં આગામી ૨૦ વર્ષનું ફીઝીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન તૈયાર કરાયો છે.