અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના વિરોધ પક્ષના નેતા સેહજાદખાન પઠાણ
વર્ષ ૨૦૨૧-૨૨ થી અત્યાર સુધી ૩૨૭ કામો કોન્ટ્રાકટરોને કવોટેશનથી આપ્યાં,૭૧ કામો સિંગલ ટેન્ડરથી આપ્યાં છતાં પણ એક પણ કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરવામાં આવેલ નથી
શહેરમાં ગ્રીનરીઝ વધારવા તાકીદે કાર્યવાહી કરી શહેરને સાચા અર્થમાં ગ્રીન સીટી બનાવવા કાર્યવાહી થવા કોગ્રેસ પક્ષની માંગણી
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના વિરોધ પક્ષના નેતા સેહજાદખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું કે અમદાવાદ મ્યુ.કોર્પો.ના ભાજપના સત્તાધીશો દ્વારા “એક પેડમાં કે નામ” તથા “શ્રી મીલીયન ટ્રી”નો નારો આપીને છેલ્લા ત્રણ વર્ષમાં રૂા ૬૬.૨૧ કરોડથી પણ વધુ રકમનો ખર્ચ કરી ૭૦.૯૪ લાખ વૃક્ષો રોપવામાં આવ્યા હતાં તેમાં અમદાવાદ શહેરમાં રોપવામાં આવેલ ૭૦.૯૪ લાખ વૃક્ષો પૈકી ૪૯,૧૧,૩૪૪ સર્વાઈવ થઈ શક્યાં અને બાકીના ૨૪,૮૩,૦૩૩ વૃક્ષો બળી ગયાં વૃક્ષારોપણ બાબતે ભાજપના સત્તાધીશો દ્વારા “એક પેડ માં કે નામ”નો નારો આપીને ફોટોસેશન કર્યા બાદમા ના નામે કરેલ વૃક્ષારોપણનું પુરતું જતન કરવામાં નિષ્ફળ જાય છે હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે એક તરફ ગ્લોબલ વોર્મિંગની દુહાઈ દેવામાં આવે છે બીજી તરફ ૨૪.૮૩ લાખ વૃક્ષો બળી જાય તેમાં ના નામે નારો કરનારા ભાજપના સત્તાધીશો માટે ખુબ જ શરમજનક બાબત છે
છેલ્લા ૩ વર્ષમાં કુલ રૂા. ૬૬.૨૧ કરોડના ૩૯૪ કામો કોન્ટ્રાકટરોને આપવામાં આવ્યાં તે કામો પૈકી ૭૧ કામો સિંગલ ટેન્ડરથી અને ૩૨૩ કામો કવોટેશનથી આપવામાં આવ્યું હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે એક તરફ ગ્લોબલ વોર્મિંગની દુહાઈ દેવામાં આવે છે બીજી તરફ વૃક્ષો બળી જાય તે બાબતે એક પણ કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ પણ કરવામાં આવતો નથી અમદાવાદ મ્યુ.કોર્પો.દ્વારા અગાઉ ૨૦૨૫ સુધીમાં ગ્રીન કવર ૧૨% થી વધારીને ૧૫% સુધી લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કરેલ છે પરંતુ તેમનું તે આયોજન માત્ર કાગળ પર જ રહેવા પામેલ છે
કલીન સીટી – ગ્રીન સિટી- લવેબલ અને લીવેબલ સીટી-સ્લમ ફ્રી સીટી – અમદાવાદ નં ૧ – અમદાવાદ શહેરને શાધાંઈ જેવું “સૈનો સાથ સૈનો વિકાસ” વિ. સુત્રો બોલવાથી કે માત્ર બણગાં ફુંકવાથી શહેરનો વિકાસ થવાનો નથી એને માટે જરૂરી દુરંદેશી અને ઈચ્છાશકિતનો ભાજપના શાસકો પાસે અભાવ છે અમદાવાદ શહેરના વિકાસ માટે મ્યુ.કોર્પો દ્વારા શહેરમાં ગ્રીનરીઝ વધારવા તાકીદે કાર્યવાહી કરી શહેરને સાચા અર્થમાં ગ્રીન સીટી બનાવવા કાર્યવાહી થવા કોગ્રેસ પક્ષની માંગણી છે.