ગુજરાત ATSએ STF-IBની મદદથી 19 વર્ષના ટેરરિસ્ટને હરિયાણાથી પકડ્યો

Spread the love

 

હરિયાણાના ફરીદાબાદમાં ગુજરાત ATS, ફરીદાબાદ STF અને ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ની ટીમોએ રેડ કરી એક આતંકવાદીની ધરપકડ કરી છે. તેની પાસેથી બે હેન્ડગ્રેનેડ મળી આવ્યા છે. આ ઉપરાંત, કેટલાક શંકાસ્પદ વીડિયો પણ મળી આવ્યા છે, જેમાં કેટલાંક સ્થળો અને ધર્મ સાથે સંબંધિત કેટલીક વિગતો છે. હાલમાં એના વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આરોપી યુવક અબ્દુલ રહેમાન (19) છે, જે ઉત્તરપ્રદેશના ફૈઝાબાદના મિલ્કીપુરનો રહેવાસી છે. કેન્દ્રીય એજન્સીના ઇનપુટના આધારે રવિવારે રાત્રે ફરીદાબાદના સોહના રોડ પર પાલી વિસ્તારમાં એક જર્જરિત ઘરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. લગભગ 4 કલાક ચાલેલી તપાસ બાદ ટીમો યુવકને પોતાની સાથે લઈ ગઈ. ગુજરાત એટીએસ દ્વારા જારી કરાયેલી પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે કે અમદાવાદમાં ફરી એકવાર આતંકવાદી સંગઠન સક્રિય થયું છે, જે આતંક ફેલાવી રહ્યું છે. આ સંદર્ભમાં હરિયાણા નજીક 2 આતંકવાદી વિશે માહિતી મળી હતી અને એ સદર્ભે આ ઓપરેશન કરાયું હતું.

ગુજરાત એટીએસ દ્વારા જારી કરાયેલી પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે કે અમદાવાદમાં ફરી એકવાર આતંકવાદી સંગઠન સક્રિય થયું છે, જે આતંક ફેલાવી રહ્યું છે. આ સંદર્ભમાં હરિયાણા નજીક 2 આતંકવાદી વિશે માહિતી મળી હતી. આ આતંકવાદીઓમાંથી એકમાત્ર 19 વર્ષનો છે, જેનું નામ અબ્દુલ રહેમાન હોવાનું કહેવાય છે. તેની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં હરિયાણામાં આ કેસમાં ફક્ત અબ્દુલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. લગભગ 4 કલાક ચાલેલી તપાસ બાદ ટીમો યુવકને પોતાની સાથે લઈ ગઈ. બીજા યુવક વિશે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. ગુજરાત એટીએસ દ્વારા જારી કરાયેલી પ્રેસનોટ મુજબ અબ્દુલ રહેમાન આતંકવાદી સંગઠન સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલા હોવાની માહિતી સામે આવી હતી. ગુજરાત ATSએ હરિયાણા ટીમ સાથે મળીને તેની પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે સમગ્ર ઓપરેશન હાથ ધર્યું હતું. માહિતીની પુષ્ટિ થયા પછી તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો. સૂત્ર પાસેથી મળેલી માહિતી અનુસાર, ધરપકડ કરાયેલા યુવક પાસેથી કેટલાક શંકાસ્પદ વીડિયો પણ મળ્યા છે, જેના વિશે તેની પૂછપરછ કરવામાં આવી હતી. હવે તપાસ એજન્સીઓ અહીં યુવક કયા લોકોના સંપર્કમાં હતો એની માહિતી એકઠી કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અબ્દુલ ઘણા દિવસોથી પાલી ગામમાં નામ બદલીને રહેતો હતો. જ્યારે ટીમે તેને પકડ્યો, ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને ઝડપી લેવાયો. માહિતી મળતાં ફરીદાબાદ પોલીસની ટીમો પણ ગામમાં પહોંચી ગઈ. ઉચ્ચ પોલીસ અધિકારી કુલદીપ સિંહ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને કેસની માહિતી લીધી. તેમના જણાવ્યા અનુસાર, યુવાન અબ્દુલ વિશે હવે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. તે અહીં કેટલો સમય રહ્યો, કોની સાથે રહ્યો, શું કરી રહ્યો અને કોને મળ્યો? તપાસ બાદ પોલીસ ખુલાસો કરશે. અબ્દુલ રહેમાન પાસે બે હેન્ડગ્રેનેડ જોઈને ટીમો પણ ચોંકી ગઈ. ત્યાર બાદ અહીં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવવામાં આવી. પોલીસનાં વાહનો જોઈને લોકોની ભીડ પણ એકઠી થઈ ગઈ. મામલો સંવેદનશીલ હોવાથી પોલીસે તેમને થોડે દૂર જ રોકી દીધા. જો STF સૂત્રોનું માનીએ તો આરોપીઓ હેન્ડગ્રેનેડ સાથે અહીં કેમ આવ્યા હતા, તેની તપાસ કરવામાં આવી રહી છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com