તમને ક્યારેક કોઈએ કહ્યું હશે કે તેઓએ તમારો કોલ કર્યો, પણ તમારા બદલે કોઈ બીજાએ ફોન ઊંચક્યો. આ સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ ગયા હશો—”મારો ફોન કોઈ બીજું શા માટે ઉઠાવશે?” અમુક લોકો આને નેટવર્કની સમસ્યા માને છે, પણ હકીકતમાં, આ તમારા ફોનમાં થયેલા સેટિંગ્સમાં ફેરફારના કારણે થતું હોઈ શકે છે.કેટલાક કિસ્સાઓમાં, તમારું કોલ ફોરવર્ડ થઈ શકે છે, અને ઓટીપી મેસેજ પણ અન્ય નંબર પર ટ્રાન્સફર થઈ શકે છે—તમને જાણ્યા વિના! આ પ્રત્યક્ષ રીતે સાઇબર ફ્રોડને આમંત્રણ આપે છે. આ સમસ્યાથી તમે માત્ર બે કોડ ડાયલ કરીને છુટકારો મેળવી શકશો.
શું તમારા કોલ કોઈ બીજા ઉઠાવી શકે?.. બહુ વખત આવી પરિસ્થિતિ ઊભી થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ તમને ફોન કરે, અને તમારું કોલ અન્ય કોઈ ઊંચકે. આ નેટવર્ક પ્રોબ્લેમ નથી, પણ તમારા ફોનની સેટિંગ્સમાં બદલાવનો કાવતરું હોઈ શકે છે, જે વિશે તમને જાણ પણ નથી હોતી. ગુજરાતના સાયબર એક્સપર્ટ સ્નેહલ વકીલના જણાવે છે કે, જો તમારે જાણી લેવું હોય કે તમારા કોલ અથવા મેસેજ કોઈ બીજાને ફોરવર્ડ થઈ રહ્યો છે કે નહીં, તો તમે “*#62#” ડાયલ કરી શકો છો. આ કોડથી તમને ખબર પડી જશે કે તમારા કોલ કયા નંબર પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જો તમને લાગે કે તમારા ફોન અને મેસેજ ફોરવર્ડિંગ થઈ રહ્યા છે, તો તમે “##002#” ડાયલ કરીને તમારા કોલ અને મેસેજ ફોરવર્ડીંગ બંધ કરી શકો છો. જો આ કોડથી પણ સમસ્યા ન દૂર થાય, તો તમારા ફોનની “Call Forwarding Settings” માં જઈને તેને મેન્યુઅલી ડીલીટ કરી શકાય છે.
સાયબર ફ્રોડ કેવી રીતે થાય છે?.. આમ પણ, સાઇબર ક્રિમિનલ્સ તમારા ફોનની સેટિંગ્સમાં ખોટા કોડ સેટ કરી શકે છે. ખાસ કરીને, જ્યારે કોઈ અજાણી વ્યક્તિ તમારો ફોન માગે અને કહે કે “મારો ફોન કામ કરી રહ્યો નથી, મને તમારું ફોન થોડીવાર માટે આપો,” ત્યારે તે વ્યક્તિ તમારા ફોનમાં કોડ ઇન્સર્ટ કરી શકે છે. આ કોડ બેકગ્રાઉન્ડમાં સ્ક્રિપ્ટની જેમ રન થાય છે, અને તમારા કોલ ફોરવર્ડીંગ, મેસેજ ફોરવર્ડીંગ વગેરે સર્વિસિસ એક્ટિવેટ થઈ જાય છે. સ્નેહલ વકીલનાએ જણાવ્યું હતું કે , તમારો સીમકાર્ડ તમારા બેંક એકાઉન્ટની ચાવી સમાન છે. એકવાર જો તમારું સીમકાર્ડ કોમ્પ્રોમાઈઝ થઈ જાય, તો તમારો OTP સીધો સાયબર ક્રિમિનલ્સ પાસે પહોંચે અને તમારે ખબર પણ ન પડે.
આવા ફ્રોડથી કેવી રીતે બચવું?.. કોઈ અજાણી વ્યક્તિને તમારો ફોન ન આપો. સમયાંતરે “*#62#” ડાયલ કરીને તપાસતા રહો. જો ફોરવર્ડીંગ ચાલુ હોય તો ##002# ડાયલ કરીને બંધ કરો. તમારા ફોનની “Call Forwarding Settings” ચેક કરો અને કોઈ અજાણ્યા નંબર લિંક હોય તો દૂર કરો. બેંક ટ્રાન્ઝેક્શન માટે Google Authenticator અથવા અન્ય સુરક્ષિત OTP એપ વાપરો. વિશેષમાં, જો તમે ક્યારેય જાહેરમાં જાહેર કરો છો કે તમે વિદેશ જઈ રહ્યા છો અથવા નેટવર્કની બહાર જવાનું છે, તો તે સમયે પણ સાવચેત રહો. હેકર્સ અને સાઇબર ક્રિમિનલ્સ આવી માહિતી ટ્રેક કરીને ફ્રોડ કરી શકે છે.
