ગાંધીનગર ખાતે હમણાંજ મહાનગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ પેથાપુર ખાતે ખસેડવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે ભારે વિરોધ વંટોળ થતાં હાલ મુલત્વી રાખેલ છે. ત્યારે હાલ કચરાનું વર્ગીકરણ કરવા કૂડાસણ ખાતે આવેલા ગુડાના પ્લોટમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જમીન ફાળવેલ છે. ત્યાં કચરાનું વર્ગીકરણ થાય છે ત્યારે આજુબાજુના રહીશો , બિલ્ડરો દ્વારા હવે વિરોધ – વંટોળ થઈ રહ્યો છે ત્યારે આ વંટોળમાં હોદ્દેદારો પણ જોડાતા આ સાઇટ હટાવી દેવા હોદ્દેદારોનો ઉહાપો વધી રહ્યો છે. ત્યારે પેથાપુર બાદ કુડાસણ ખાતેની સાઇટ હટાવવા ઉહાપો થતા હવે સાઇટનો પ્રશ્ન ઉભો થાય તેવી વકી છે.
પેથાપુર બાદ કુડાસણ ખાતે ડમ્પિંગ સાઇટ ની બબાલ
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments