રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021 થી ચાર મહાનગરો અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટ માં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કરફ્યુ ની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.
રાજ્ય સરકારે આ ચારેય મહાનગરો માં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કરફ્યુ ના સમયની અગાઉ ની વ્યવસ્થા એટલે કે રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે