ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો થયો છે, ત્યારે આપ પાર્ટી સુરત ખાતે ઉભરી આવી છે અને સુરતમાં ૨૭ સીટો સાથે આ પાર્ટીએ જાડું ફેરવ્યું છે, ત્યારે હમણાં જ 2 દિવસ પહેલા આપ પાર્ટી દ્વારા રાઓવર્લ્ડ , રાયસણ ખાતે સંમેલન કાર્યકમ યોજાયું હતું. ત્યારે આ કાર્યક્રમમાં A A P પાર્ટી દ્વારા ૪૪ ઉમેદવારો ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉતારવાની જાહેરાત થી ભાજપ તો ચિંતાતુર છે, પણ કોંગ્રેસમાં સોપો પડી ગયો છે. ત્યારે આપના સંમેલનમાં મોટી ભીડ જોતા કોંગ્રેસે હવે પોતાની તાકાતનો પરચો બતાવવા જ્યાં આપ પાર્ટીનું સંમેલન યોજાયું હતું. તે જગ્યાએ હવે કોંગ્રેસનો સંમેલન સાંજે 6:00 વાગે ૧૬ માર્ચના રોજ યોજાવાનું છે ત્યારે રાઓવર્લ્ડ તરીકે પ્રચલિત આ જગ્યાને કોઈ ઓળખતું ન હતું. ત્યારે ચૂંટણી ટાણે રાઓવર્લ્ડ ને બખ્ખા થઈ ગયા છે. હવે આવનારા દિવસોમાં ભાજપનું સંમેલન અહીંયા યોજાય તો નવાઈ નહીં,
આપ પાવરફુલ, કોંગ્રેસ ડબ્બા ડૂલ થતાં કોંગ્રેસનું રાયસણ ખાતે આવતીકાલે કાર્યકરોનું સંમેલન
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments