સિવિલની કિડની હોસ્પિટલમાં 297 લોકોની બારોબાર ભરતી!.. : કોંગ્રેસે કહ્યું “આનો આરોગ્યમંત્રી જવાબ આપે કે આવા ગોટાળા કેમ?..”

Spread the love

 

 

અમદાવાદ

અમદાવાદના સિવિલ સંકુલમાં આવેલી IKDRC કિડની હોસ્પિટલમાં વર્ષ 2004 થી 2023 દરમિયાન થયેલી 297 લોકોની ભરતીમાં ગોટાળો થયો હોવાનો આક્ષેપ કર્યો છે. આ તમામ ભરતી કોઈપણ જાહેરાત આપ્યા વગર જ કિડની હોસ્પિટલે કરી હોવાનો કેગના અહેવાલમાં ખુલાસો થયો હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. હોસ્પિટલના 58 ડોકટર અને અધ્યાપકો પૈકીના 34ને પણ બારોબાર નોકરી આપી દેવાયા હોવાની વિગતો કેગ અહેવાલમાં ઉજાગર થઈ છે. હોસ્પિટલમાં નિવૃત અધિકારીને નોકરી પર રાખવાના હોય તો સરકારની પૂર્વ મંજૂરી લેવી પડતી હોય છે. આ મંજૂરી વગર જ હોસ્પિટલમાં ઊંચા પગારે 12 નિવૃત અધિકારીઓને નોકરી પર રાખી દેવાયા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આ અહેવાલ મામલે કોંગ્રેસ આરોગ્ય મંત્રીનો જવાબ માગ્યો છે અને વિધાનસભામાં ચર્ચાની માગ કરી છે.

અમદાવાદના સિવિલ સંકુલમાં આવેલી કીડની હોસ્પિટલમાં વર્ષ 2004થી 2023 દરમિયાન અલગ અલગ પોસ્ટ કરવામાં આવેલી 297 લોકોની ભરતી માટે કોઈપણ જાહેરાત આપ્યા વગર જ કરવામાં આવી હોવાનો કેગના અહેવાલમાં ખુલાસો થયો હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. આ સિવાય જે 58 અધ્યાપક અને ડોકટરની ભરતી કરવામાં આવી છે તે પૈકીના 34ને પણ બારોબાર જ નોકરી આપી દેવાયો હોવાનો આક્ષેપ કરાયો છે. આ સિવાય 2012 થી 2023 દરમિયાન 192 લોકો ને બરોબર નોકરી આપવામાં આવી છે.

વધુમાં કોંગ્રેસે કેગના અહેવાલનો હવાલો આપતા જણાવ્યું હતું કે, કોઈ નિવૃત અધિકારીને નોકરી પર રાખવાના હોય ત્યારે સરકારની પૂર્વ મંજૂરી લેવાની હોય છે. તેના બદલે હોસ્પિટલમાં 12 અધિકારીઓને કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર જ નોકરી પર રાખી દેવાયા હોવાનો આક્ષેપ કરાયો છે.

RMO બાબતે આક્ષેપ કરતા કહ્યું કે, 1978માં એમબીબીએસમાં પ્રવેશ આપવામાં આવે છે. 1993માં તેને ફરજીયાત RMO કરવામાં આવે છે. 2002 થી 2003 રજા લઈને તેણે પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો. 20 વર્ષ સુધી વીરેન ત્રિવેદી એમબીબીએસનો અભ્યાસ જ કર્યા કરે છે. 24 કલાકમાં જ વીરેન ત્રિવેદીને RMO બનાવી દેવામાં આવ્યા હતા.પ્રોફેસર ના હોવા છતાં 9 લાખ રૂપિયા રિસર્ચના નામે આપવામાં આવ્યા હતા.

ડાયરેક્ટરના પીએ અને RMOના સગાસંબધીઓ ત્યાં જ નોકરી કરે છે. ગુજરાતના યુવાઓને નોકરી મળે છે તે માટે મહેનત કરે છે અને આવા સેટિંગ વાળા લોકોને નોકરી મળે છે. કેગના ચોંકાવનારો ખુલાસો છે કે, ડોક્ટર પ્રાંજલ મોદી જે કિડની હોસ્પિટલના ડિરેક્ટર છે તેમને ખોટી રીતે બઢતી આપવા આવી છે. પ્રાંજલ મોદી સાથે અન્ય ડોક્ટરો વૈભવ સુતરિયા, રાજકિરણ શાહ, દિવેશ એન્જિનિયર અને ઉમંગ ઠક્કર ને નેશનલ મેડિકલ કાઉન્સિલના નિયમ વિરુદ્ધ બઢતી આપવામાં આવી છે. ડોક્ટર ઉમંગ ઠક્કર જેમની પાસે અનુસ્નાતક ડિગ્રી ન હોવા છતાં નેશનલ મેડિકલ કાઉન્સિલના નિયમ વિરુદ્ધ એસોસિયેટ પ્રોફેસર બનાવી દેવામાં આવ્યા છે. સરકારના આરોગ્ય વિભાગમાં ભરતી – બઢતી કોભાંડના પર્દાફાશ કેગના રિપોર્ટમાં થયો છે. ગુજરાતમાં લાખો યુવાનો બેરોજગારીનો માર સહન કરી રહ્યા હોય ત્યારે IKRDC કિડની હોસ્પિટલ દ્વારા લાગતા વળગતાને વગર જાહેરાત અને પરીક્ષા વગર બારોબાર પાછલા બારણેથી નોકરી પધરાવી દીધી. આરોગ્ય વિભાગમાં ચાલતી ગેરરીતિ, કૌભાંડો ઉપર આરોગ્યમંત્રી ક્યારે પગલાં લેશે તે સવાલ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com