હોળી-ધૂળેટી પર નર્મદા જિલ્લામાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Spread the love

 

 

નર્મદા (રાજપીપળા)

નર્મદા જિલ્લા પોલીસે હોળી-ધૂળેટીના તહેવારો દરમિયાન દારૂની હેરાફેરી રોકવા વિશેષ અભિયાન શરૂ કર્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેના માર્ગદર્શન હેઠળ આંતરરાજ્ય સરહદો સીલ કરવામાં આવી છે.

સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ પર વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અહીં સાગબારા ઇન્ચાર્જ પી.આઈ સી.ડી પટેલ અને પી.એસ.આઈ પી.આર ચૌધરી સહિતની ટીમ તૈનાત છે. LCB અને SOG ની ટીમો રાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ કરી રહી છે.

ડીવાયએસપી વી.આર. ચંદના જણાવ્યા અનુસાર, તમામ વાહનોનું ચેકિંગ અને નોંધણી કરવામાં આવી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં જ સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના 31 કેસ નોંધાયા છે. બસ, ટ્રક, કાર અને મોટરસાયકલ સહિત દરેક વાહનની ચકાસણી બાદ જ આગળ જવા દેવામાં આવે છે.

પોલીસની આ કડક કાર્યવાહીને કારણે બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. તહેવારો દરમિયાન વિદેશી દારૂની માંગ વધતી હોવાથી પોલીસે વિશેષ સતર્કતા દાખવી છે. નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ 24 કલાક સક્રિય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *