આ વખતે અમદાવાદીઓ ટામેટાથી હોળી રમશે

Spread the love

 

અમદાવાદ

આજે હોળી અને આવતીકાલે ધૂળેટી છે. રંગોના પર્વની ઉજવણી માટે હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે યુવાહૈયાઓ આ વર્ષે ધૂળેટીના પર્વની જરા હટકે ઉજવણી કરવાની તૈયારી કરી લીધી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં લોકો સવારથી સાંજ સુધી ધૂળેટીના પર્વની મોજ માણી શકે તે માટે પુલ પાર્ટી, રેઈન ડાન્સ વીથ લંચ-ડીનરના આયોજન કરાયા છે. અમદાવાદમાં કેટલાક સ્થળો પર આ વર્ષે લા ટામોટીનાની થીમ પર હોલી સેલિબ્રેશનનું આયોજન કરાયું છે. જેમાં લોકો ટામેટાથી હોળી રમી શકશે. આગળ જાણીએ, તમારા શહેરમાં કયા કયા સ્થળે અને કઈ થીમ પર હોળી પાર્ટી યોજાશે તેની સંપૂર્ણ વિગત જે તમે જાણવા માગો છો.

રંગોના તહેવાર એટલે કે હોળી અને ધૂળેટીની ઉજવણી છેલ્લા કેટલાક વર્ષોથી લોકો ક્લબ અને પાર્ટી પ્લોટમાં કરવાનું પસંદ કરે છે. જેમ દરેક તહેવારો ક્લબ અને પાર્ટી પ્લોટમાં ઉજવવામાં આવે છે તેમ મોટા મોટા ક્લબ અને પાર્ટી પ્લોટમાં હોળી સેલિબ્રેશનનો ટ્રેન્ડ દર વર્ષે વધતો જઈ રહ્યો છે. પહેલા ઘરની આસપાસ કે શેરીમાં હોળીની ઉજવણી મિત્રો અને પરિવાર સાથે થતી હતી તેવી જ રીતે હવે મ્યુઝિક રંગો અને પાણીથી વિવિધ પાર્ટી પ્લોટ અને ક્લબમાં હોળી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરના એસ.જી હાઇવે એસપી રીંગ રોડ બોપલ શીલજ સહિતના વિસ્તારોમાં વિવિધ પાર્ટી પ્લોટ માં અને ક્લબમાં હોળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં મોટી સંખ્યામાં યુવાધન ડીજે-ઢોલના તાલ ઉપર ઝૂમીને હોળીની ઉજવણી કરશે.

અમદાવાદમાં રેઈન ડાન્સ, પુલ પાર્ટી જેવા આયોજન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્પેનના લા ટામોટીના ફેસ્વિટવની માફક ટામેટાથી હોળી રમવાનું પણ આયોજન કરાયું છે. કેટલાક સ્થળો પર ઓર્ગેનિક કલરની સાથે સાથે ફોમનો ઉપયોગ કરીને પણ ધૂળેટીના પર્વની ઉજવણી કરાશે.

આમ તો સુરતીઓ દરેક તહેવારની ઉજવણી ધામધૂમ પૂર્વક કરે છે. ત્યારે હાલમાં જ હોળી – ધૂળેટી પર્વ આવી રહ્યો છે. આજે હોળી અને આવતીકાલે (14 માર્ચે) ધૂળેટી પર્વની ઉજવણી થનાર છે ત્યારે સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી ધુળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર છે. સોસાયટી , ગલી મહોલ્લા સાથે સુરતમાં ફાર્મ હાઉસ , પાર્ટીપ્લોટ , હોટલ અને રિસોર્ટ સહીતની જગ્યાઓ ઉપર ધૂળેટી પર્વનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી-ધુળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર છે. રાજકોટ શહેરમાં આ વર્ષે ખાનગી હોટલ રિસોર્ટ અને પાર્ટીપ્લોટમાં હોળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.

હિમાની રિસોર્ટ કાલાવડ રોડ ખાતે કલર બ્લાસ્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાઈવ DJ, રેઇન ડાન્સ, ટોમેટો પુલ, કિડ્સ પુલ, નેચરલ કલર, સેલ્ફી ઝોન, લાઈવ ઢોલ અને ઠંડાઈનું આયોજન કરવામાં આવેલ છે. સાથે જ અનલિમિટેડ લંચનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં કિડ્સ માટે પાસની કિંમત રૂપિયા 150 અને એડલ્ટ માટે 300 રૂપિયા એન્ટ્રી ફી રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પાર્ટી માટેનો સમય સવારના 9 થી બપોરના 3થી 4 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે.

નિરાલી રિસોર્ટ કાલાવડ રોડ ખાતે આતમન્સ હોલિફેસ્ટ સીઝન 9 નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાઈવ DJ, રેઇન ડાન્સ, કલર પુલ પાર્ટી, નેચરલ કલર, વોટર બલૂન ફાઇટ, સેલ્ફી ઝોન, લાઈવ ઢોલ અને કલર ફોગનું આયોજન કરવામાં આવેલ છે. સાથે જ અનલિમિટેડ લંચનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પાર્ટી શરૂ થવા માટેનો સમય સવારના 9.30 વાગ્યા રાખવામાં આવેલ છે.

દુલહન પાર્ટી પ્લોટ ખાતે રંગ દે રાજકોટ હોલી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાઈવ DJ, રેઇન ડાન્સ, નેચરલ કલર, સેલ્ફી ઝોન, લાઈવ ઢોલ અને ફોર્મ ડાન્સનું આયોજન કરવામાં આવેલ છે. સાથે જ અનલિમિટેડ લંચનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પાર્ટી શરૂ થવા માટેનો સમય સવારના 10 વાગ્યા રાખવામાં આવેલ છે.

બાંસુરી ગાર્ડન રેસ્ટોરન્ટ રાજકોટ ખાતે મોહે રંગ દે સીઝન 6 હોલી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાઈવ DJ, રેઇન ડાન્સ, નેચરલ કલર, સેલ્ફી ઝોન, લાઈવ ઢોલ અને ફોર્મ ડાન્સનું આયોજન કરવામાં આવેલ છે. સાથે જ અનલિમિટેડ લંચનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિધાઉટ લંચ માટે પાસની કિંમત રૂપિયા 249 અને વિથ લંચ માટે 449 રૂપિયા એન્ટ્રી ફી રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પાર્ટી શરૂ થવા માટેનો સમય સવારના 10 વાગ્યા રાખવામાં આવેલ છે.

મોટલ ધ વિલેજ કાલાવડ રોડ ખાતે હોલી કે રંગ અપનો કે સંગ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લાઈવ DJ, રેઇન ડાન્સ, સ્વિમિંગ પુલ, કિડ્સ પિચકારી, નેચરલ કલર, સેલ્ફી ઝોન, લાઈવ ઢોલ અને વોટર બલૂનનું આયોજન કરવામાં આવેલ છે. સાથે જ અનલિમિટેડ લંચનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પાર્ટી શરૂ કરવા માટેનો સમય સવારના 10 વાગ્યા રાખવામાં આવેલ છે.

કિંગ પાર્ટી લોન્સ કાલાવડ રોડ ખાતે રંગો કા મહાકુંભ કેસરિયા હોલી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાઈવ DJ, રેઇન ડાન્સ, નેચરલ કલર, સેલ્ફી ઝોન, લાઈવ ઢોલનું આયોજન કરવામાં આવેલ છે. સાથે જ અનલિમિટેડ લંચનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિધાઉટ લંચ માટે પાસની કિંમત રૂપિયા 199 અને વિથ લંચ માટે 399 રૂપિયા એન્ટ્રી ફી રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પાર્ટી શરૂ થવા માટેનો સમય સવારના 10 વાગ્યા રાખવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *