ગાંધીનગર
ગુજરાત ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા એટલે કે અંધારામાં પણ દીપ પ્રગટાવે અનેકને રોશની આપે એ પ્રદીપ, બાકી યુવાનોમાં આજે પણ હોટફેવરિટ કહી શકાય, ગમે ત્યારે ફોન કરો તો શાંતિથી સાંભળે, હા, લોકો માટે અનેક કાર્યો કર્યા છે, પણ જયારે દાદરા અને સીડી ચડતી થાય ત્યારે દુશ્મનો અને વિરોધીઓ પણ વધે, પણ હા, સૂર્ય ઉપર ગમે તેટલી માટી નાખો કે થુકો તે માટી અને થુક વિરોધીઓ ઉપર જ પડવાનું છે, ભલે બાપુ ની છબી ખરાબ કરવામાં સફળ થયા હોય, પણ કર્મ કોઈને છોડતું નથી, આવનારા દિવસોમાં ૧૮ મહિના બાપુએ જે મનન કર્યું છે, તે ખૂબ જ ગંભીર કહી શકાય, હા. હરહંમેશા પક્ષને આગળ વધારવા અને પક્ષને વધુ મજબૂત હતી કઈ રીતે કરવો તે આ ભાથી પાસે જે મગજમાં ખજાનો છે, તે કોઈની પાસે નથી, ભલે બધું લઈ લે, પણ નસીબ અને વિચારશીલ મગજ કોઈ લઈ જવાનું નથી, સંગઠનમાં એક્કો ગણાતા બાપુનો પડ્યો બોલ, ઝીલાતો તો પણ હા પચાઈ જાણી હોય તેવી રીતે સામાન્ય વ્યક્તિ તરીકે “કોમનમેન’ની જેમ જ રહે, ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રદીપ સિંહ વાઘેલાએ કહ્યું કે તેમણે પાર્ટીના મહાસચિવ પદ પરથી ૫ ઓગસ્ટ ૨૦૨૩માં રાજીનામું આપ્યું હતું, કારણ કે છેલ્લા બે વર્ષથી તેમની છબી ખરાબ કરવાના સતત પ્રયાસો થઈ રહ્યા હતા અને તેઓ પોતાને સ્વચ્છ સાબિત કરવા માંગતા હતા. ગુજરાત ભાજપના ચાર મહામંત્રીઓમાંથી એક પ્રદીપ સિંહ વાઘેલાએ વ્યક્તિગત કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
પ્રદીપ સિંહ વાઘેલાને લઈ ઘણાં લોકોને અનેક તર્કવિતર્ક હતા, ત્યારે પ્રદીપ સિંહે કહ્યું કે જીવનમાં ભૂતકાળ કે ભવિષ્યમાં કયારેય કંઈ ખોટુ ન કર્યું હોવાનું નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ ગેરંટી આપી છે કે તેમના જીવનમાં કોઈ એવી ઘટના નઈ હોય કે જેના લીધે સમાજના વડિલો અને આગેવાનોને ક્યારેય
નીચું જોવું પડે. ત્યારે વધુમાં કહ્યું કે મૃત્યુ પછી પણ એવી કોઈ ઘટના નહિ હોય કે પ્રદીપ સિંહ વિશે કોઈ ખોટી વાતો કરવી પડે. પ્રદીપ સિંહ વાઘેલાએ વધુમાં કહ્યું કે મારા પર વિશ્વાસ કરજો અને કરતા રહેજો, જે લોકોને મારી સાથે રાજનિતીમાં આવુ છે, તે લોકો મારા સાથે જોડાઈ શકે છે. તેમણે ૧૮ મહિના બાદ મોન તોડી વિનંતી કરી, તેમણે ભાવ સાથે તેમના વિરોધીયોને જવાબ આપ્યો હતો. તેમણે રાજીનામુ આપ્યું ત્યારે અલગ- અલગ રીતે વાતો કરતા તેમની છબી ખરાબ કરવાના સતત પ્રયાસો કરતા હતા તેવા લોકોને પણ તેમણે જવાબ આપ્યો છે.