જીજે ૧૮ એવા ગાંધીનગર મહાનગર પાલિકાની ચુંટણીના બ્યુગલો વાગી રહ્યાં છે ત્યારે ભાજપ દ્વારા સેન્સ લેવા માટે ચુંટણી ઈન્ચાર્જ તરીકે રાજ્ય સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાત પ્રદેશ મહામંત્રી રજની પટેલ, પૂર્વ ગુજરાત પ્રદેશ મંત્રી અમિત ઠાકરની નિમણુંક કરવામાં આવી છે. ત્યારે ચુંટણીની સેન્સ લેવામાં આવે ત્યારે પોતાના વ્હાલા વખાણોની ચર્ચા થાય છે. તે માટે ઉમેદવારોએ અત્યારથી જ સેટીંગ ડોટ કોમની જાળ પાથરવાની શરુ કરી દીધી છે. ત્યારે કોરોનાની મહામારી વધી રહી છે ત્યારે બીજી બાજુ ચુંટણીના નિરીક્ષકોની નિમણુંક અને વસાહત મંડળો દ્વારા હાલ ચુંટણી નહીં યોજવા માટે આવેદનપત્ર પાઠવતા ચર્ચાનો વિષય બન્યો છે.