ગાંધીનગરની પ્રજામાં ચુંટણીનો ઉમળકો નથી, કોરોનાની ભારે દહેશત છે અને જે રીતે કોરોનાના કેસો રાજ્યમાં વધી રહ્યાં છે અને ખાસ અમદાવાદમાં ત્યારે અમદાવાદ અને ગાંધીનગર ટચ સ્ક્રિન હોવાથી હાલ ચુંટણી મુલતવી રાખવી જરૂરી છે
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ઝડપથી વધતા જાેતા મતદાતાઓ ચુંટણીથી દૂર રહેવા માંગે છે
ગાંધીનગર
દેશમાં કોરોનાના કેસોમાં રોજબરોજ વધારો થતો જાેવા મળી રહ્યો છે ત્યારે હાલ સુરત, અમદાવાદમાં વધતા તોતિંગ કેસો અને અમદાવાદ તથા ગાંધીનગરના કનેક્શનને જાેતા અમદાવાદથી અનેક લોકો પાટનગરમાં નોકરીએ આાવે છે અને ગાંધીનગરથી હજારો લોકો નોકરી માટે અમદાવાદ જાય છે ત્યારે સંક્રમણની સ્થિતિ ધીરે ધીરે વધી રહી છે કોરોનાની રફ્તાર તેજ થઈ હોવાથી ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બિહોલા, હોદ્દેદારોએ આજ રોજ ગાંધીનગર કલેક્ટરને તથા ચુંટણી અધિકારીને આજરોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા પાઠવેલ આવેદપનત્રમાં કોરોનાની મહામારી જે ગુજરાતમાં વધી રહી છે જેથી હાલ પૂરતી ચુંટણીઓ ગાંધીનગર મહાનગર પાલિકાની આવનારી છે તે મુલતવી રાખીને વહીવટદારની નિમણુંક કરવા પત્રમાં જણાવ્યું છે.