ગુજરાતના પ્રભારી ગોપાલ રાય
સહ પ્રભારી દુર્ગેશ પાઠક
99ba2a74-f2e3-4d19-a9b0-5e41d571d62b
લિંક વિડિયો: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ : ઈસુદાન ગઢવી
ગોપાલ રાય વિદ્યાર્થી જીવન દરમિયાનથી પોલિટિક્સ સાથે સંગઠનમાં પકડ,દુર્ગેશ પાઠક પણ સંગઠનમાં માઈક્રો લેવલ સુધી ના ખૂબ જ મહત્વપૂર્ણ કામ કર્યા છે: ઈસુદાન ગઢવી
અમદાવાદ
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વિડીયોના માધ્યમથી એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતીથી ગુજરાતમાં આગળ વધી રહી છે અને આમ આદમી પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રભારી તરીકે દિલ્હીના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયની નિયુક્તિ કરવામાં આવી છે. સાથે સાથે સહ-પ્રભારી તરીકે આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠકની નિયુક્તિ કરવામાં આવી છે. આ સાથે જ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ નવનિયુક્તિ બાદ ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. ગોપાલ રાયજી વિદ્યાર્થી જીવન દરમિયાનથી પોલિટિક્સ સાથે જોડાયેલા છે અને આમ આદમી પાર્ટીના સંગઠનમાં તેમની ખૂબ જ પકડ છે અને તેઓએ વર્ષો સુધી દિલ્હીના અલગ અલગ પદો પર પોતાની સેવા આપી છે અને મંત્રી તરીકે પણ તેઓ પોતાની ફરજ બજાવી ચૂક્યા છે. દુર્ગેશ પાઠકજીએ પણ સંગઠનમાં માઈક્રો લેવલ સુધી ખૂબ જ મહત્વપૂર્ણ કામ કર્યું છે અને તેમની આગેવાનીમાં ચૂંટણીઓ પણ લડાઈ છે. ગુજરાતના નવનિયુક્ત પ્રભારી અને સહપ્રભારીને આમ આદમી પાર્ટીની સમગ્ર ગુજરાતની ટીમ આવકારે છે.
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની પીએસી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો : ગુજરાત, ગોવા, પંજાબ અને છત્તીસગઢમાં પ્રભારી અને સહ પ્રભારીની નિયુક્તિ ,ગોવા પ્રભારી પંકજ ગુપ્તા ,સહ પ્રભારી અંકુશ નારંગ આભાસ ચંદેલા અને દીપ સિંગલ ,પંજાબ પ્રભારી મનીષ સિસોદિયા અને સહપ્રભારી સત્યેન્દ્ર જૈન ,છતીસગઢ પ્રભારી સંદીપ પાઠક
દિલ્હી પ્રદેશ પ્રમુખની જવાબદારી સૌરભ ધ્વારાજ અને કાશ્મીરના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી મેહરાજ મલિકને આપવામાં આવી છે.