ગુજરાતની ભોળી જનતા જાય ક્યાં ? એક બાજુ ખાનગીમાં ખ્યાતિ અને સરકારીમાં એસ.વી.પી : આ લૂંટના મોડેલની ન્યાયિક તપાસ થવી જોઈએ અને કસૂરવાર સામે સખત પગલાં ભરવા જોઈએ : શક્તિસિંહ
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે સંસદમાં ઉઠાવેલ મુદ્દો જેમાં આયુષ્માન કાર્ડ માં દર્દીઓને પડતી હાલાકીમાં એસ.વી.પી હોસ્પિટલ એક કિસ્સાના ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મુદ્દો ઉઠાવવાના મુખ્ય ઉદ્દેશ એસ.વી.પી ક્ષતિ સુધારે જેથી કરીને દર્દીઓને હાલાકી ભોગવવી ના પડે. ‘એસ.વી.પી હોસ્પિટલ ક્ષતિ સુધારવાની ,નિરાકરણ કરવાની જગ્યાએ અખબારી યાદી બહાર પાડી ને કંઇ ખોટું નથી થયું તેવી બડાઈઓ હાંકી.’ એસ.વી.પી માં બનેલ કિસ્સાની હકીકત અને પુરાવા આપીને એસ.વી.પીના દાવાની પોકળ હકીકત ખુલ્લી પાડી હતી. એક દર્દી જે એસ.વી.પીમાં દાખલ થાય છે તેને કહેવામાં આવ્યું હતું કે આયુષ્માન કાર્ડ છે એટલે તેમને કોઈ પ્રકાર નું બિલ આપવામાં નહીં આવે. ત્યાર બાદ જ્યારે સારવારથી ખુશ ન હોવાથી બીજે સારવાર માટે જવા દર્દીએ માંગ કરી ત્યારે તેને જવાબમાં કહેવામાં આવ્યું કે ૬૭૦૦0 રૂપિયા ભરવા પડશે. ત્યારબાદ દર્દીના પરિવાર એ શક્તિસિંહ ગોહિલ ને રજૂઆત કરવા માં આવી હતી. શક્તિસિંહ ગોહિલ દ્વારા RMOને ફોન ઉપર આ મુદ્દે વાત કરતા RMO જવાબમાં કહ્યું કે નિયમમાં કોઈ ફેર નહી થઈ શકે. દર્દીના પરિવારએ વારંવાર રજૂઆત કરી હતી કે બિલમાં ક્ષતિ છે, સારવાર કરતા રકમ વધારે છે. દર્દીને ૨૯,૮૯૯ રૂપિયાની દવાનું બિલ પકડાવી દેવામાં આવ્યું હતું. બિલ ચકાસતા દર્દીને જે દવા આપવામાં આવી ન હતી તેનું બિલ તેમાં હતું. દર્દીના પરિવારએ જ્યારે ધરણા ઉપર બેસવાનું કહેતા અને મીડિયા માં રજુઆત કરવાનું કહેતા કર્મચારી ઢીલા પડયા અને સ્વીકાર્યું કે જે દવાના ખોટા બિલ છે તે દવાઓ દવાની દુકાનમાં જ ખુણામાં પડી હતી જેનો ફોટો આજ રોજ પત્રકાર પરિષદમાં બતાવવામાં આવ્યો હતો. દર્દીના પરિવારને બિલ ઘટાડી ૩૦૬૯ રૂપિયાનું બિલ આપવામાં આવ્યું હતું. પેહલા ૨૯.૮૯૯ રૂપિયાનું ખોટું બિલ ઘટાડીને ૩૦૬૯ થઈ ગયું તે દર્દીઓની ઉઘાડી લૂંટનું ઉદાહરણ છે. ત્યાર બાદ X -Rayનું ૪૨૦૦ રૂપિયા જે દર્દીના પરિવારએ રોકડા ભર્યા હતા તે બિલમાં બાકી દેખાડ્યા ત્યારે તેનો દર્દીના પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. X-Ray ભરેલા પૈસાને ખોટી રીતે ફરી બિલમાં ઉમેરવામાં આવ્યા હતા.દર્દીના પરિવાર એ ખોટા બિલના વિરોધમાં સંઘર્ષ કરવો પડ્યો હતો. આ પ્રકારના કેટલા કિસ્સા લોકો જોડે બનતા હશે તેની ન્યાયિક તપાસ થવી જોઈએ. ગુજરાતની ભોળી જનતા જાય ક્યાં એક બાજુ ખાનગીમાં ખ્યાતિ અને સરકારીમાં એસ.વી.પી.
આ લૂંટના મોડેલની ન્યાયિક તપાસ થવી જોઈએ અને કસૂરવાર સામે સખત પગલાં ભરવા જોઈએ.