ખેતી બેન્ક આશ્રમ રોડ અમદાવાદ ખાતે “વન નેશન- વન ઈલેક્શન” સંદર્ભે બેઠક યોજાઈ
અમદાવાદ
આજરોજ ખેતી બેન્ક, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે “વન નેશન- વન ઈલેક્શન” સંદર્ભે *વિવિધ મેડિકલ એસોશિએશનના પદાધિકારીશ્રીઓ, વિવિધ ખ્યાતનામ તબીબશ્રીઓ, વિવિધ મેડિકલ કોલેજના પ્રોફેસરશ્રીઓ તેમજ પ્રતિનિધીશ્રીઓની *એક અગત્યની બેઠક વન નેશન વન ઈલેક્શનના પ્રદેશ ઇન્ચાર્જશ્રી ડૉ અનિલ પટેલ અને મેડિકલ એસોશિએશનના પૂર્વ પ્રમુખશ્રી ડૉ તુષાર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
ડૉ અનિલ ભાઈ પટેલે “વન નેશન વન ઈલેક્શન” સંદર્ભે વિષદ છણાવટ કરી હતી. બેઠક બાદ પ્રશ્નોત્તરી સેશનમાં વિવિધ પ્રતિનિધીશ્રીઓના દરેક પ્રશ્નોનો સમાધાન પૂર્વક જવાબ શ્રી ડૉ અનિલ પટેલે આપ્યા હતા.
વિવિધ મેડિકલ એસોશિએશનના પ્રતિનિધીશ્રીઓએ એક સૂરમાં “વન નેશન વન ઈલેક્શન” માટે સર્વ સહમતીથી ઠરાવ પસાર કરી મહામહિમ રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મૂજીને ઠરાવ મોકલી આપવા સહમતી દર્શાવી હતી.