ટુ ડે ટેક્સ કૉન્ફ્લેવ 2025 નો બીજા દિવસે સત્રમાં કોર્ટની ભૂમિકા,જીએસટી વિવાદો,ટેક્સપેયરના અધિકારો અને ફરજો,ઈન્ડાયરેક્ટ ટેક્સ પર બ્રેઈન ટ્રસ્ટ અંગે ચર્ચાઓ

Spread the love

અમદાવાદ

ટુ ડે ટેક્સ કૉન્ફ્લેવ 2025 ના બીજા દિવસના મુખ્ય મુદ્દાઓમાં ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ (AGFTC) અને ઈન્કમ ટેક્સ બાર એસોસિએશન (ITBA) દ્વારા J.B. ઓડિટોરિયમ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવેલ હતું. આ કૉન્ફ્લેવમાં 450થી વધુ પાર્ટિસિપન્ટસે ભાગ લીધો હતો, અને અગ્રગણ્ય નિષ્ણાતોએ વિવિધ વિષયો પર વક્તવ્ય આપ્યા હતાં.

ચોથું ટેક્નિકલ સત્ર: “ઇન્કમટેક્સ એક્ટ, 1961 હેઠળ કરદાતાઓના અધિકારોની સુરક્ષા માટે બંધારણીય ન્યાયાલય ની ભૂમિકા”

બીજા દિવસની શરૂઆત સિનિયર એડ્રોકેટ તુષાર હેમાણી દ્વારા કરદાતાઓના અધિકારોની સુરક્ષા માટે કોર્ટની ભૂમિકા અંગે ગહન ચર્ચાથી થઈ. હેમાણી સાહેબે ક્રિકેટના એમ્પાયરનું ઉદાહરણ આપી પોતાના પ્રવચનની શરૂઆત કરી અને સમજાવ્યું કે ભાવનાથી મુક્ત રહી ને કોર્ટ પુરાવા અને કાયદા પર આધાર રાખીને નિર્ણય લે છે. તેમના સત્રથી કરદાતા માટે કોર્ટ કેવી રીતે નિરીક્ષણની ભૂમિકા ભજવે છે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન ઉદાહરણસહ આપ્યું હતું.

પાંચમું ટેક્નિકલ સત્ર: “GST હેઠળના તાજેતરના વિવાદો”

તે પછીના સત્રમાં એડ્ડોકેટ કે. વૈથીસ્વરન, જે ઈન્ડાયરેક્ટ ટેક્સના નિષ્ણાત છે, તેમણે GST ના કાયદા હેઠળની તાજેતરની વિવાદાસ્પદ બાબતો પર ચર્ચા કરી. તેમણે કેવી રીતે વિવાદો ઉદભવે છે અને વિવિધ સત્તાઓના નિર્ણયો કાયદાના ભવિષ્યને આકાર આપે છે તે વિશે માર્ગદર્શન આપ્યું. આ ચર્ચામાં કેટલાક મહત્વપૂર્ણ કેસો પર ચર્ચા કરવામાં આવી.

છઠ્ઠું ટેક્નિકલ સત્ર: “એસેસમેન્ટ અને અપીલ પ્રક્રિયાઓ દરમિયાન ટેક્સપેયરના અધિકારો અને ફરજો”

CA (ડૉ.) અર્પિત હલ્દિયા દ્વારા આ સત્રમાં એસેસમેન્ટ અને અપીલ પ્રક્રિયા દરમિયાન ટેક્સપેયરના અધિકારો અને ફરજોને ને લગતી કાયદાકીય પ્રક્રિયાઓ પર ચર્ચા થઈ. તેમણે સમજાવ્યું કે એસેસમેન્ટ અને અપીલ દરમિયાન જવાબ લખવો એ એક કળા છે અને તે ભવિષ્યની કાયદાકીય પ્રક્રિયામાં મદદરૂપ થાય છે.

સાતમું ટેક્નિકલ સત્રઃ “ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શન્સ પર TDS અને વિદેશી સંપત્તિ ડિસ્ક્લોઝર”

આ અંતિમ ટેક્નિકલ સત્ર માં એન્ડ્રોકેટ (CA) ધિનલ શાહ કે જેઓ આંતરરાષ્ટ્રીય ટેક્સેશન ના નિષ્ણાત છે તેઓ એ જયારે લોકો વિશ્વના વિવિધ દેશોમાં વ્યવહાર કરે છે અને અન્ય દેશમાં સંપત્તિ વસાવે છે તે આવકવેરા રિટર્ન્સમાં કઈ રીતે દર્શાવવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. તે ઉપરાંત તેમણે ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેકશન્સ પર TDS પર પણ સમજ આપી હતી.

ઈન્ડાયરેક્ટ ટેક્સ પર બ્રેઈન ટ્રસ્ટ

આખરી સત્રમાં ઈન્ડાયરેક્ટ ટેક્સ પર બ્રેઈન ટ્રસ્ટ સેશનમાં માં એડ્ડોકેટ (CA) અભય દેસાઈ, CA રશ્મિન વાજા, CA પુનિત પ્રજાપતિ, CA જિગર શાહ અને એડવોકેટ સમીર સિદ્ધપુરીયા એ જી.એસ.ટી.ને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી અને પાર્ટિસિપન્ટ્સને પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.

એક ભવ્ય સફળતા અને આગલા વર્ષ માટે તૈયારી

ટુ ડે ટેક્સ કૉન્ફ્લેવ 2025 એક અપ્રતિમ સફળતા સાબિત થયું, જેમાં ગુજરાત અને તેની બહારના ટેક્સ પ્રોફેશનલ્સ પાર્ટિસિપન્ટ્સને ચર્ચા અને નિષ્ણાતોના જ્ઞાન દ્વારા ને લાભ થયો.

આ કાર્યક્રમ ઉત્સાહભરી પ્રતિસાદ સાથે પૂર્ણ થયું, જેમાં AGFTC અને ITBA એ ગર્વ સાથે ટેક્સ કૉન્ફ્લેવની 7મી આવૃત્તિ, જે 6 અને 7 માર્ચ 2026 માટે નિર્ધારિત છે, તેની જાહેરાત કરી. નોંધપાત્ર રીતે, કૉન્ફ્લેવની મજબૂત બ્રાન્ડ આકર્ષણને કારણે આગલા વર્ષની ઇવેન્ટ માટે 125 થી વધુ નોંધણીઓ પહેલેથી જ નોંધાઈ ગઈ છે!

બે દિવસીય ટેક્સ કૉન્ફ્લેવ પોતાને ટેક્સ પ્રોફેશનલ્સ માટે અભ્યાસ અને જ્ઞાન-વિનિમયનું પ્રથમ સ્થાને રાખે છે, અને અમે વિશ્વાસ રાખીએ છીએ કે તે આગામી વર્ષો સુધી એક પ્રકાશરૂપ બનશે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.